મુંબઇઃ ઇડીએ મહારાષ્ટ્રમાં મોટી કાર્યવાહી કરી છે. શિવસેના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકના ઘરે અને ઓફિસ પર ઇડીએ દરોડા પાડ્યા છે. ઇડીએ મની લૉન્ડ્રિંગ કેસમાં ધારાસભ્ય પ્રતાપ સરનાઇકને ત્યાં દરોડા રેડ કરી છે. જાણકારી અનુસાર તેમના લગભગ 10 ઠેકાણાંઓ પર ઇડીએ રેડ કરી છે.

અધિકારીક સુત્રો અનુસાર, કેન્દ્રીય એજન્સીએ મની લૉન્ડ્રિંગ (પીએમએલએ) અંતર્ગત મહારાષ્ટ્રના થાણે અને મુંબઇમા પ્રતાપ સરનાઇક સાથે જોડાયેલા 10 ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા છે. સુત્રોનુ કહેવુ છે કે ટૉપ્સ ગ્રુપ (સુરક્ષા પ્રદાન કરાવનારી કંપની)ના પ્રમૉટર અને તેના સંબંધિત લોકો સહિત રાજનેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે પ્રતાપ સરનાઇક મહારાષ્ટ્ર વિધાનસભામાં ઓવલા-માજીવાડા મતવિસ્તારમાંથી શિવસેનાના મેન્ડેટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. વળી પ્રતાપ સરનાઇકના ઘરની સાથે સાથે દીકરાના ઘરે પણ ઇડીએ દરોડા પાડ્યા છે. તેના પર પણ મની લૉન્ડ્રિંગનો આરોપ છે, જેના કારણે ઇડીએ આ કાર્યવાહીને અંજામ આપ્યો છે.

કોણ છે પ્રતાપ સરનાઇક
પ્રતાપ સરનાઇક શિવસેનાના ધારાસભ્ય છે, આ તેમની ત્રીજી ટર્મ ચાલી રહી છે. સાથે તે શિવસેનાના પ્રવક્તા પણ છે. વળી પ્રતાપ સરનાઇક બીજેપી પર ખુબ આક્રમક રહે છે, અને બીજેપી પર નિશાન સાધતા રહે છે. પ્રતાપ સરનાઇક કલર્સ ટીવી ચેનલની સીરિયલ બિગ બૉસમાં કુમાર શાનૂના દીકરા જાન શાનૂના મરાઠી વિરુદ્ધ બોલવાના મુદ્દાને પણ ઉઠાવી ચૂક્યા છે. વળી બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ પણ પ્રતાપ સરનાઇક એકદમ આક્રમક રીતે સામે આવ્યા હતા.