સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. એવામાં દરેક વ્યક્તિ ઇચ્છે છે કે આ વિશ્વમાંથી આ મહામારીનો ઝડપથી અંત આવે. જોકે હવે એક નવી બીમારીએ ચિંતા વધારી દીધી છે. બ્રિટનના નોર્થ વેલ્સમાં મંકીપોક્સના બે કેસ સામે આવ્યા છે.


નોર્થ વેલ્સના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ બીમારી વિશે જાણકારી આપતા કહ્યું કે, એક જ પરિવારના બે સભ્યોમાં આ બીમારી જોવા મળી છે. જેના કારણે બન્ને દર્દીઓના શરીરરમાં ફોલ્લી થવી, ખંજવાળ આવવી, દુખાવો, તાવ જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે.


બન્ને દર્દીની સ્વાસ્થ્ય અધિકારીઓ દેખરેખ રાખી રહ્યા છે. તેમનું કહેવું છે કે, મંકીપોક્સની પુષ્ટિ થવું એ દુર્લભ ઘટના છે. જોકે તેમણે એ પણ કહ્યું કે, તેનાથી સામાન્ય લોકોને વધારે ખતરો નથી. તેમણે કહ્યું કે, દર્દીના સંપર્કમાં આવેલ લોકોની ઓળખ કરવામાં આવી છે અને સંક્રમણ બીજા લોકો સુધી ન પહોચે તેના માટે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, મંકીપોક્સમાં પણ સ્મોલપોક્સ (શીતળા) જેવા જ લક્ષણો જોવા મળે છે. તેના સામાન્ય લક્ષણોમાં શરીર પર ફોલ્લી થવી, તાવ આવવો વગેર છે. સ્મોલ પોક્સની તુલનામાં આ ઓછો ગંભીર હોય છે. આ સામાન્ય રીતે જંગલી જાવરો જેમ કે ઉંદર અથવા વાંદરા દ્વારા માણસોમાં ફેલાય છે. જોકે એક સંક્રમિત વ્યક્તિ બીજી વ્યક્તિને પણ સંક્રમિત કરી શકે છે. આ બીમારી થનાર 100માંથી 10 લોકોના મરવાની શક્યતા રહેલી છે.


આ વાયરસના મુખ્ય રીતે બે સ્ટ્રેન છે. જેમાં એક પશ્ચિમી આફ્રીકી અન બીજો મધ્ય આફ્રીકી સ્ટ્રેનના નામથી ઓળખાય છે.


મંકીપોક્સની ઓળખ પ્રથમ વખત 1970મં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો (ત્યારે જૈરે તરીકે ઓળખાતો હતો)માં થઈ હતી. ત્યાર બાદ 11 આફ્રીકાના દેશોમાં પણ મંકીપોક્સના કેસ સામે આવ્યા હતા. આફ્રીકમાં મંકીપોક્સથી મૃત્યુ દરનો અંદાજે 1 ટકાથી 15 ટકા સુધી છે. તેમાં સૌતી વધારે જોખમ બાળકોને હોય છે. કોંગોમાં એક રિસર્ચ દરમિયાન મૃત્યુ દર 10 ટકા સામે આવ્યો હતો.


સેન્ટર ફોર ડિસીઝ એન્ડ કન્ટ્રોલે કહ્યું કે, અત્યાર સુધી બીમારીની કોઈ વિશેષ દવા નથી અને ન તો મંકીપોક્સ માટે કોઈ રસી બનાવવામાં આવી છે. પરંતુ તેનાથી બચવા અછબડાની રસી સિડોફોવિર, ST-246 અને વીઆઈજીથી નિયંત્રિત કરી શકાય છે.