મોનસૂનની ઉત્તર સરહદ કોમોરિન સાગર સુધી પહોંચી ચૂકી છે. ત્યારે હવામાન વિભાગ અનુરાસ આગામી ત્રણ ચાર દિવસમાં મોનસૂન કેરળમાં પ્રવેશે તેવી શક્યતા છે. જો આવુ થયુ તો દેશના દક્ષિણ રાજ્યોમાં મોનસૂન સમયથી પહેલા બેસી જશે. ગુજરાતમાં પણ 20 જુનની આસપાસ ચોમાસુ બેસે તેવી શક્યતા છે.


કેરળામં મોનસૂમ સામાન્ય રીતે એક જુને પ્રવેશે છે. હવામાન વિભાગ અનુસાર મોનસૂન ઉત્તર સરહદ કેરળના કિનારાથી હાલ 200 કિલોમીટર દુર છે. તૌકતે વાવાઝોડા પસાર થયુ તેના પછી કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેમ જેમ મોનસૂન માટે અનુકુળ પરિસ્થિતિ બની રહી છે. તેમ તેમ કેરળના ઘણા વિસ્તારોમાં આ સપ્તાહથી જ સતત હળવો વરસાદ વરસી રહ્યો છે.


અર્નાકુલ્લમ, અલ્લાપ્પુઝા, કોટ્ટાયમ, ઈડુક્કી, પઠાનમથિટ્ટા સહિતના જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. તો ઉત્તર ગુજરાતમાં પણ ગઈકાલે કેટલાક જિલ્લામાં વરસાદ વરસ્યો.


ચોમાસાના વિધિસર આગમન સુધી તાપમાનમાં ભારે વધારો  કે વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા ઓછી છે. તાપમાનનો પારો ચોમાસાના આગમન સુધી ૩૮થી ૪૧ ડિગ્રી સુધી રહેવાનો અંદાજ મંડાયો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં 75 ટકા વરસાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને કારણે થાય છે.


રાજ્યમાં આગામી બે ત્રણ દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.


મધ્ય પાકિસ્તાન અને તેને અડીને આવેલા પશ્ચિમ રાજસ્થાનમાં અત્યારે સાયકલોનિક સર્ક્યુલેશનની પરિસ્થિતિ છે. જેનાં કારણે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં હવામાનમં પલટો આવ્યો છે. આ પરિસ્થિતિને કારણે આજે એટલે ગુરૂવારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત શુક્રવારે રાજ્યના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. ચાર-પાંચ દિવસ સુધી આવાં વાતાવરણ બાદ ગરમીમાં ફરી વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.


હાલમાં અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવન આવી રહ્યાં છે. પવન, ભેજ અને બીજા પરિબળોના કારણે વરસાદને વરસવા માટેનો પુરવઠો મળી રહે છે. તેના કારણે આ વરસાદ વરસી રહ્યો છે. આ પ્રિ-મોન્સુન એક્ટિવિટી છે. જેના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. હવામાન ખાતાએ આગાહી કરતા કહ્યું કે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે.


સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં બે દિવસ સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. બે દિવસ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે.