નવી દિલ્લી: ચોમાસુ દિલ્લી સુધી પહોંચી ગયુ છે, તે દરમિયાન ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો છે. અરૂણાચલ પ્રદેશમાં ભૂસ્ખલનના કારણે મૃતકોની સંખ્યા 10 સુધી પહોંચી છે. ઉત્તરાખંડમાં 10 નદીઓ ઉફાન પર છે અને વાદળ ફાટવાને કારણે 15 લોકોના મોત થયા છે.

અરૂણાચલમાં ગઈ કાલ સાંજથી બચાવ અભિયાન સ્થગિત કરી દેવામાં આવ્યું હતું જેને આજે સવારે ફરૂ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પાંચ મૃતદેહો મળી આવ્યા છે.

દિલ્લીમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાજધાનીમાં મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી નોંધાયુ છે. હવામાન વિભાગે આગલા 24 કલાકમાં પંજાબ, હરિયાણા, ઓડિશા, બિહાર જેવા રાજ્યોમાં વરસાદ થવાની સંભાવના છે.