Monsoon Session Live: રાજ્યસભા 22 જુલાઈ સુધી સ્થગિત
નવી દિલ્લીઃ સંસદમાં ચોમાસું સત્રના બીજા દિવસે પણ વિપક્ષે હંગામો મચાવ્યો હતો. રાજ્યસભા આજે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે
રાજ્યસભામાં બીજેપીના સાંસદ સ્વપ્ન દાસગુપ્તાએ કોરોના મહામારી પર ચર્ચા દરમિયાન કહ્યું કે, આ મહામારી આપણા માટે શીખવા વાળો અનુભવ રહ્યો છે. સ્વપ્ન દાસગુપ્તાના ભાષણ દરમિયાન વિપક્ષના સાંસદ સતત હંગામો કરતા રહ્યાં. આ પછી ગૃહની કાર્યવાહી ફરી એકવાર સ્થગિત કરી દેવામાં આવી.
સંસદના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે. આ બધાની વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી એકવાર ફરીથી શરૂ થઇ ગઇ છે. જોકે વિપક્ષના નેતા હજુ પણ ગૃહમાં સરકાર વિરુદ્ધ નારેબાજી કરી રહ્યાં છે. આ પહેલા વિપક્ષના જોરદાર હંગામાના કારણે ગૃહની કાર્યવાહી એક વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
સોમવારે કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે પત્રકારો અને ઘણા નેતાઓના ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી અને પ્રશાંત કિશોરના નામ પણ સામે આવ્યા છે. વિપક્ષે આ મુદ્દે ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ પણ કરી હતી. રિપોર્ટમાં દાવો કરાયો છે કે સંસદમાં સરકારનો બચાવ કરતા કોંગ્રેસના નેતાઓ જ નહીં કેન્દ્રીય સંસ્કૃતિ પ્રધાન પ્રહલાદ પટેલ અને આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવના પણ ફોન હેકિંગના ટાર્ગેટ હતા.
સોમવારે કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે પત્રકારો અને ઘણા નેતાઓના ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી અને પ્રશાંત કિશોરના નામ પણ સામે આવ્યા છે. વિપક્ષે આ મુદ્દે ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ પણ કરી હતી.
બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે સર્વપક્ષીય બેઠક યોજાવાના છે. બેઠકમાં કોરોના માટેની તૈયારીઓ અંગે સરકાર વિપક્ષ સામે રજૂઆત કરી શકે છે. તેમાં વેક્સિન અને વેક્સિનેશન અંગે કેન્દ્ર સરકારની આગળની વધુ તૈયારીઓ જણાવાશે. બેઠકમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ સંદર્ભે ચર્ચા થવાની સંભાવના છે. જો કે, વિરોધ પક્ષો મીટિંગમાં હાજરી આપશે કે નહીં, તે આજે સવારે ખબર પડશે.
ગઈ કાલે સંસદના ચોમાસું સત્રનો પહેલો દિવસ હંગામેદાર રહ્યો હતો. હંગામો થતાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મંગળવારે સવારે 11 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. આવી જ સ્થિતિ રાજ્યસભામાં પણ રહી હતી. હવે આજે પણ લોકસભામાં હોબાળો થયો હતોય આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પેગાસસ પ્રોજેક્ટ વિશેના મીડિયા રિપોર્ટ પર જીરો અવરમાં ચર્ચા માટે નોટિસ આપી છે.
સંસદમાં ચોમાસું સત્રના બીજા દિવસે પણ વિપક્ષે હંગામો મચાવ્યો હતો. રાજ્યસભા આજે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે
સંસદમાં ચોમાસું સત્રના બીજા દિવસે પણ વિપક્ષે હંગામો મચાવ્યો હતો. રાજ્યસભા આજે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્લીઃ સંસદમાં ચોમાસું સત્રના બીજા દિવસે પણ વિપક્ષે હંગામો મચાવ્યો હતો. રાજ્યસભા આજે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -