Monsoon Update: દેશના અનેક રાજ્યોમાં મોનસૂનની ઓન્ટ્રી થઈ ગઈ છે પરંતુ અનેક રાજ્યો એવા પણ છે જે વરસાદ માટે તરસી રહ્યા છે. જે રાજ્યોમાં વરસાદ નથી ત્યાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. લોકો આશા રાખીને બેઠા છે કે ટૂંકમાં જ તેમને ત્યાં પણ વરસાદ પડશે. એવામાં એ જાણવું જરૂરી છે કે દેશમાં હાલમાં મોનસૂનની ક્યાં એન્ટ્રી થઈ છે ને ક્યા વિસ્તારમાં લોકોએ હજુ વરસાદ માટે રાહ જોવી પડશે.


આ વિસ્તારનાં લોકો વરસાદ માટે જોઈ રહ્યા છે રાહ


હવામામ વિભાગે કહ્યું કે, 30 જૂન સુધી મોનસૂન પૂર્વ રાજસ્થાન, દિલ્હી, પંજાબ અને ચંદીગઢના કેટલાક ભાગને છોડીને સમગ્ર દેશમાં આવી ગયું છે. હવામાન વિભાગે કહ્યું કે, મોનસૂન બાડમેર, ભીલવાડા, ધૌલપુર, અલીગઢ, મેરઠ, અંબાલા અને અમૃતસરમાં અંદાજે 15 દિવસ સુધી અટક્યું છે.


ક્યાં સુધી પહોંચશે મોનસૂન


પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને કહ્યું કે, દિલ્હી સહિત બાકીના ભાગમાં મોનસૂન પહોંચવાને લઈને 11 જુલાઈ આસપાસ આ રાહ્યોમાં મોનસૂન પહોંચશે. તેમણે અંદાજ લગાવ્યો કે આ મહિને દેશભરમાં સારો વરસાદ થઈ શકે છે. તેમણે કહ્યું કે, આઠ જુલાઈથી વરસાદ સંબંધિત ગતિવિધિઓ ઝડપી થઈ શખે છે.


7 જુલાઈ સુધી ભીષણ ગરમી


હવામાન વિભાગે કહ્યું કે, 7 જુલાઈ સુધી દેશમાં ફરી એક વખત ભીષણ ગરમી પડી શકે છે. 7 જુલાઈ બાદ બંગાળની ખાડીમાં ઓછું દબાણ બની શકે છે ત્યાર બાદ મોનસૂન ફરીથી ગતિ પકડી શકે છે.


પ્રી મોનસૂન વરસાદથી દિલ્હીને રાહત


આ પહેલા હવામાન વિભાગે અંદાજ વ્યક્ત કર્યો હતો કે 2-4 જુલાઈની વચ્ચે દિલ્હીમાં પ્રી મોનસૂન વરસાદ થશે. ત્યાર બાદ દિલ્લીવાસીઓને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગ અનુસાર 8થી 10 જુલાઈ સુધી મોનસૂન દિલ્હી પહોંચવાની સંભાવના છે.


ગુજરાતમાં વરસાદ


રાજ્યમાં હજુ 8 દિવસ વરસાદ ખેંચાશે. આ આગાહી કરી છે પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાયમેટે. જે મુજબ રાજ્યભરમાં હજુ પણ 15 જુલાઈ સુધી 20 સુધીમાં પોણાથી એક ઈંચ કરતા વધારે વરસાદ નથી દેખાઈ રહ્યો.  ગુજરાતમાં ખરીફ સીઝનમાં ખેડૂતોએ અત્યાર સુધીમાં 19.25 ટકા એટલે કે 25 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરી દીધી છે.  એવામાં હજુ પણ વરસાદ ખેંચાશે તો ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા સતાવી રહી છે.