મેડિકલ કોલેજના એક અધિકારીએ જણાવ્યું હતું કે, દર્દીઓ ગ્રાઉન્ડ ફ્લોર હતાં. ગ્રાઉન્ડ ફ્લોર પર ઈમરજન્સી વોર્ડ બનાવવામાં આવ્યો હતો. જ્યાં કુલ 12 દર્દીઓ હતાં. મોડી રાતે થયેલા ભારે વરસાદને કારણે વોર્ડમાં પાણી ભરાઈ ગયું હતું અને જોત જોતામાં પાણી ઘૂટણસમા પહોંચી ગયું હતું
તેમણે જણાવ્યું હતું કે, ત્યાર બાદ દર્દીઓને ઉપરના મળે શિફ્ટ કરવામાં આવ્યા હતાં. જ્યારે ઘણાં મશીનોને નીચે જ છોડીને આવવું પડ્યું હતું.
ઉલ્લેખયનીય છે કે, વરસાદે રવિવારે મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરી. જલગાંવમાં પણ રવિવારે ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે કોવિડ-10 હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં પાણી ઘૂસી ગયા હતાં.
નોંધનીય છે કે, કોરોના વાયરસે મહારાષ્ટ્રમાં હાહાકાર મચી નાખ્યો છે. છેલ્લા 24 કલાકમાં આ સંક્રમણના 3390 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 120 લોકોનાં મોત નિપજ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધી 1 લાખ 7 હજારથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે ચાર હજાર જેટલા લોકોના મૃત્યું પામ્યા છે.