Mumbai Pre Monsoon Rain: ચોમાસા (Monsoon Update)ની દસ્તક પહેલા મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ (Rain Update)ની એન્ટ્રી થઈ છે. મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ (Rain Update) વરસી રહ્યો છે. ગુરુ તેઘ બહાદુર નગર રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં વરસાદ (Rain Update) વરસ્યો છે. જેને લઈ મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સાથે જ દાદર અને માટુંગાની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ (Rain Update)ની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તો આ તરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે 10 જૂન સુધીમાં મુબંઈ સહિત મહારાષ્ટ્રમાં ચોમાસું (Monsoon Update) બેસી શકે છે. જેને લઈ પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે અને મુંબઈમાં વરસાદ (Rain Update) વરસી રહ્યો છે.


દક્ષિણ પશ્ચિમ ચોમાસું (Monsoon Update) કેરળથી આગળ વધીને ગોવા પહોંચ્યું છે. જ્યાંથી હવે 10 જૂન સુધીમાં મહારાષ્ટ્ર પહોંચશે. જે બાદ ગુજરાતમાં 14 જૂન સુધીમાં ચોમાસું (Monsoon Update) બેસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.


મુંબઈગરાઓને ટૂંક સમયમાં આકરી ગરમી અને તડકાથી રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગોવામાં ચોમાસું (Monsoon Update) આવી ગયું છે અને આગામી 4 થી 5 દિવસમાં મુંબઈમાં પણ ચોમાસું (Monsoon Update) બેસી જવાની શક્યતા છે. નવી મુંબઈમાં છેલ્લા બે દિવસથી પ્રિ મોન્સુન વરસાદ (Rain Update) પડી રહ્યો છે, પરંતુ મુંબઈગરાઓને હજુ પણ કાળઝાળ ગરમીમાંથી રાહત મળી રહી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે મુંબઈનું મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 60 ટકા અને રાત્રે 68 ટકા નોંધાયું હતું. છેલ્લા ઘણા દિવસોથી તાપમાનનો આ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકો ખૂબ જ પરેશાન છે, પરંતુ હવે ટૂંક સમયમાં ગરમીથી રાહત મળી શકે છે.


પ્રાદેશિક હવામાન વિભાગના નિર્દેશક સુનીલ કાંબલેએ જણાવ્યું કે ગોવામાં ચોમાસું (Monsoon Update) બેસી ગયું છે. જો સ્થિતિ અનુકુળ રહેશે તો આગામી 4 થી 5 દિવસમાં ચોમાસું (Monsoon Update) મુંબઈમાં આવી જશે. રાજ્યના અનેક ભાગોમાં પ્રિ મોન્સુન વરસાદ (Rain Update) પડી રહ્યો છે.


હવામાનશાસ્ત્રી રાજેશ કાપડિયાએ જણાવ્યું હતું કે નવી મુંબઈમાં પ્રિ મોન્સુન શરૂ થઈ ગયું છે, આજે મુંબઈમાં પણ પ્રિ મોન્સુન વરસાદ (Rain Update) પડે તેવી શક્યતા છે. હાલના સમીકરણને જોતા એવું લાગે છે કે ચોમાસું (Monsoon Update) 10 જૂને મુંબઈમાં ધસી આવશે.


મુંબઈમાં રાત્રિના તાપમાનમાં રેકોર્ડ સર્જાયો છે. છેલ્લા 18 દિવસોમાંથી 16 દિવસમાં લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે, જ્યારે 3 જૂને તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.