નવી દિલ્હી: દક્ષિણપશ્ચિમ ચોમાસું 15 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તરપશ્ચિમ ભારતમાંથી વિદાય લેવાનું શરૂ કરી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે આ માહિતી આપી. ચોમાસું સામાન્ય રીતે 1 જૂન સુધીમાં કેરળમાં પ્રવેશ કરે છે અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ફેલાય છે. તે 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તરપશ્ચિમ ભારતમાંથી વિદાય લેવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે પાછું ફરે છે.

Continues below advertisement

IMD એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "15 સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે." 

આ વર્ષે ચોમાસું સમગ્ર દેશમાં ક્યારે પહોંચ્યું ? 

Continues below advertisement

આ વર્ષે, ચોમાસું 8 જુલાઈની સામાન્ય તારીખથી નવ દિવસ પહેલા સમગ્ર દેશમાં પહોંચ્યું હતું. 2020 પછી આખા દેશને આવરી લેનાર આ સૌથી પહેલું ચોમાસું હતું. તે વર્ષે તે 26 જૂન સુધીમાં આખા દેશમાં પહોંચ્યું હતું. તે 24 મેના રોજ કેરળ પહોંચ્યું હતું, જે 2009 પછી ભારતમાં તેનું સૌથી પહેલું આગમન હતું. 2009 માં, ચોમાસાએ 23 મેના રોજ કેરળમાં પ્રવેશ કર્યો હતો.

દેશમાં અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો છે ?

દેશમાં ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધીમાં 836.2 મિલી વરસાદ પડ્યો છે, જે સામાન્ય 778.6  મીમી વરસાદ કરતાં 7 ટકા વધુ છે. મે મહિનામાં, IMD એ આગાહી કરી હતી કે ભારતમાં જૂન-સપ્ટેમ્બર ચોમાસાની ઋતુ દરમિયાન 87 સેમી લાંબા ગાળાના સરેરાશ વરસાદના 106 ટકા વરસાદ થવાની સંભાવના છે. આ 50 વર્ષની સરેરાશના 96 થી 104 ટકા વચ્ચેનો વરસાદ 'સામાન્ય' માનવામાં આવે છે.

ભારતમાં કૃષિ ક્ષેત્ર માટે ચોમાસું મહત્વપૂર્ણ છે, જે લગભગ 42 ટકા વસ્તીની આજીવિકાને ટેકો આપે છે અને GDPમાં 18.2 ટકા ફાળો આપે છે. તે પીવાના પાણી અને વીજળી ઉત્પાદન માટે જરૂરી જળાશયોને ફરીથી ભરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 

આગામી 5 દિવસ દેશના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 5 દિવસ માટે દેશના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વીય, મધ્ય અને ઉત્તરપૂર્વના રાજ્યોમાં સતત વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. જોકે, ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદની ગતિ ધીમી પડશે. બીજી તરફ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી-NCR માં હવામાન સૂકું અને ભેજવાળું રહેશે, જ્યાં તાપમાનમાં પણ સામાન્ય વધારો જોવા મળશે.