નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામલલાના મંદિરનુ ભૂમિપૂજન 5 ઓગસ્ટે રાખવામાં આવ્યુ છે. રામ મંદિર નિર્માણ માટે ભક્તો અને ધાર્મિક માણસો દાન આપી રહ્યાં છે. હવે દાન મુદ્દે ગુજરાતના જાણીતા સંત મોરારિ બાપુએ પણ મહત્વની જાહેરાત કરી છે.

જાણીતા કથા વાચક મોરારિ બાપુએ રામ મંદિર નિર્માણ માટે 5 કરોડ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી છે. સંત મોરારિ બાપુએ પ્રવચન દરમિયાન કહ્યું- રામ મંદિર નિર્માણ માટે અમારા આશ્રમ તરફથી 5 લાખ રૂપિયા દાન આપવામાં આવશે. સાથે જ પ્રભુ શ્રીરામના તમામ ભક્તો તરફથી 5 કરોડ રૂપિયા દાન આપવામાં આવશે. આ પ્રભુ શ્રીરામના ચરણમાં એક તુલસીપત્ર તરીકે ભેટ હશે.



રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજનમાં હરિદ્વાર હરની પોંડીથી ગંગાજલ મોકલવામાં આવી રહ્યું છે. વિશ્વ હિન્દ પરિષદે અયોધ્યામાં ગંગાજળ અને ઉત્તરાખંડ હરની પૌડી પર મા ગંગાની વિશેષ પૂજા અર્ચના કરીને ગંગાજલ કલશમાં ભરવામાં આવ્યુ. સાથે એક કળશમાં ગંગાની રેત પણ ભરવામાં આવી. કલશને વિશ્વ હિન્દુ પરિષદ અયોધ્યા પહોંચાડશે. આ ઉપરાંત વીએચપી આગામી દિવસોમાં મંદિર માટે દાન એકઠુ કરવાનુ કામ પણ કરશે.