morari bapu Interview: એબીપી ન્યૂઝને આપેલી ખાસ મુલાકાતમાં મોરારી બાપુએ દેશની રાજકીય સ્થિતિ પર ખુલીને વાત કરી હતી. મોરારી બાપુએ રામ મંદિરથી લઈને રાજનીતિ, રાજધર્મ અને સનાતન ધર્મ પર ખાસ વાતચીત કરી હતી. મોરારી બાપુ આ સમયે રામકથા યાત્રા માટે વિશેષ ટ્રેન દ્વારા રવાના થયા છે. 18 દિવસની આ યાત્રામાં મોરારી બાપુ દેશના 12 જ્યોતિર્લિંગો પર રામકથા કહેશે. તેમની સાથે આ સ્પેશિયલ ટ્રેનમાં 1008 શ્રદ્ધાળુઓ પણ મુસાફરી કરી રહ્યા છે. આ ટ્રેનમાં તેમણે એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. આ ટ્રેનમાં જ તેમણે એબીપી ન્યૂઝ સાથે વાતચીત કરી હતી.
જાણીતા કથાકાર મોરારી બાપુએ આજની રાજનીતિ પર રિપોર્ટ કાર્ડ આપ્યું છે. એબીપી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે આજની રાજનીતિનો રિપોર્ટ આપતા કહ્યું કે તેઓ આજની રાજનીતિને 100માંથી 30 નંબર આપે છે. આ સાથે તેમણે રાજધર્મ અને બંધારણ પરના પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા.
આજની રાજનીતિને કેટલા નંબર આપવામાં આવ્યા ?
એબીપી ન્યૂઝ સાથેની મુલાકાતમાં, મોરારી બાપુને આજની રાજનીતિના રિપોર્ટ કાર્ડ પર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો અને તેમણે કહ્યું, "પહેલા હું શિક્ષક હતો. 100માંથી 35 માર્કસ મેળવે તો પાસ થતા. પરીક્ષામાં 30 માર્કસ મેળવે તેમને 5 માર્કસ વધારીને હું પાસ કરતો હતો.” આજની રાજનીતિ પર તેમણે કહ્યું કે મેં જે એસેસમેન્ટ કર્યું છે તેમાં હું 30 માર્કસ આપું છું અને 5 માર્કસ કૃપા ગુણ આપીએ એટલે પાસ કરીએ છીએ.
રાજધર્મમાં સાધુનો અભિપ્રાય જરૂરી છે
રાજધર્મના પ્રશ્ન પર મોરારી બાપુએ કહ્યું કે, રામચરિતમાનસમાં રાજધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. રાજકારણ અને રાજધર્મ અલગ છે. રાજનીતિમાં શામ દામ દંડ ભેદ આવે છે જ્યારે રાજધર્મમાં આવુ કંઈ આવતું નથી. રાજધર્મ એ છે કે જેમાં પહેલા સાધુનો અભિપ્રાય લેવામાં આવે, પછી લોકોનો અભિપ્રાય લેવામાં આવે. જો આપણે સનાતનના અનુયાયી હોઈએ તો વેદોનો અભિપ્રાય લેવો જોઈએ. રામાયણ અને મહાભારતમાંથી પણ અભિપ્રાય લઇ શકો છો. આ ચાર વસ્તુઓ જેમા મળે તેને રાજધર્મ કહી શકાય.
બંધારણ સનાતનની છાયામાં હોવું જોઈએ
સનાતન કે બંધારણ વિશે ઉઠાવવામાં આવેલા સવાલ પર મોરારી બાપુએ કહ્યું કે, બંધારણ સનાતનની છાયામાં હોવું જોઈએ. તેમણે કહ્યું, ભારતમાં પહેલા શાશ્વત બંધારણ હોવું જોઈએ. રામના નામને લઈને થઈ રહેલી રાજનીતિ અંગે તેમણે કહ્યું કે, કેટલાક લોકોએ રામને સાધન બનાવ્યું છે. તમારા પોતાના હિતોની સેવા કરવા માટે થોડા સમય માટે તેનો ઉપયોગ ન કરવો જોઇએ.
મથુરા-કાશી વિવાદ પર પણ વાત કરી
જ્ઞાનવાપી વિવાદ પર તેમણે કહ્યું કે, મામલો સુપ્રીમ કોર્ટના હાથમાં છે, તે નિર્ણય કરશે. મોરારી બાપુએ કોર્ટમાં જવાને બદલે વાતચીતથી પ્રશ્નનો ઉકેલ પ્રશ્નનો ઉકેલ લાવવાના સવાલના જવાબમાં ક્હ્યું કે, 70 વર્ષથી આ પ્રશ્નનો ઉકેલ ન આવ્યો એટલે કોર્ટમાં જવુ પડે છે.