Pahalgam Terror Attack:આતંકી હુમલા બાદ આતંકને શરણુ આપનાપ પાકિસ્તાન હવે નવી પ્લાનિંગની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદી ભારતીય રેલ્વેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખરાબ કરવાની યોજના બનાવી રહ્યો છે. આતંકવાદીઓ ઘાટીમાં કામ કરતા કાશ્મીરી પંડિતો અને બિન-સ્થાનિકો પર પણ હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. આને લઈને સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે.
પરપ્રાતિંય લોકો અને કશ્મીરી પંડિત પર હુમલાનું પ્લાનિંગ
જમ્મુ કશ્મીર પોલીસે નોટિફિકેશન જાહેર કરીને માહિતી આપી છે કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ ઘાટીમાં લોકલ પોલીસ, (સીઆઇડી) બીજા રાજ્યોના લોકો અને કશ્મીરી પંડિત પર અટેક કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. કશ્મીર પોલીસના અનુસાર આઇએસઆઇ અને આતંકી મળીને નોર્થ સેંટ્રલ અને સાઉથ કશ્મીરમાં રેલવે ઇંફ્રાસ્ટ્રકચરને બરબાદ કરવાનું કાવતરૂં ઘડી રહ્યું છે.
અધિકારીઓએ વધુમાં માહિતી આપતા કહ્યું કે, રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક સંવેદનશીલ લક્ષ્ય છે, કારણ કે, અહીં ઘાટીમાં ઘણા રેલ્વે કર્મચારીઓ બિન-સ્થાનિક છે. તેમણે કહ્યું કે, રેલ્વે સુરક્ષા કર્મચારીઓ ઘણીવાર તેમની બેરેકમાંથી બહાર આવે છે અને સ્થાનિક બજારોમાં ફરે છે. તેમને આમ કરવાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે તે તેમની સુરક્ષા માટે આ ખતરા સમાન છે.
રેલવે કર્મચારીઓ માટે અધિકારીઓની ચેતવણી
અધિકારીઓએ જણાવ્યું કે, આ કર્મચારીઓને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અસરથી આવી પ્રવૃત્તિઓ બંધ કરવાની ચેતવણી આપવામાં આવી છે. ચેતવણી આપવામાં આવી છે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI શ્રીનગર અને ગાંદરબલ જિલ્લામાં કાશ્મીરી પંડિતો અને પોલીસ કર્મચારીઓ પર લક્ષ્યાંકિત હુમલા કરવાની યોજના બનાવી રહી છે. આ અંગે સુરક્ષા દળોએ તરત જ કાર્યવાહી હાથ ધરી છે.
અધિકારીઓએ આદેશ આપ્યો છે કે રેલ્વે પ્રોજેક્ટને નુકસાન પહોંચાડવાના આતંકવાદીઓના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સાથે સંકલનમાં જરૂરી સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.