મુંબઇઃ કોરોનાનો માર હવે પોલીસકર્મીઓ પર પણ પડવા લાગ્યો છે. દિવસરાત ડ્યૂટી કરીને પ્રજાને કોરોનાથી બચાવવા માટે પ્રયત્ન કરી રહેલા પોલીસકર્મીઓ હવે કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં આ આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 251થી વધુ પોલસકર્મીઓ કોરોના પૉઝિટીવ થયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં પોલીસકર્માઓનો પૉઝિટીવ કેસનો આંકડો 8483 પર પહોંચી ગયો છે. રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી 93 પોલીસકર્મીઓના મોત પણ થઇ ચૂક્યા છે, અને લગભગ 1919 જેટલા પોલીસકર્મીઓએ કોરોનાને માત આપી છે.


માહિતી પ્રમાણે હાલ 1825 જવાનો એક્ટિવ કેસમાં છે, જે રાજ્યના જુદાજુદા કૉવિડ વોર્ડમાં સારવાર લઇ રહ્યાં છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 9615 નવા કેસો સામે આવ્યા અને આમાં પોલીસકર્મીઓની ચોંકાવનારી સંખ્યા સામેલ હતી. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 3,57,117 સુધી પહોંચી ગયો છે, અને 1,99,967 લોકો કોરોનાથી સાજા થઇને ઘરે પહોંચી ચૂક્યા છે.



જો મુંબઇની વાત કરીએ તો અહીં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 1,06,891 સુધી પહોંચી ચૂકી છે, 78,260 દર્દીઓ સજા પણ થઇ ચૂક્યા છે, અને 5981 દર્દીઓ સંક્રમણના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.

મહારાષ્ટ્રામાં કોરોના યોદ્ધા પોલીસકર્મીઓમાં સંક્રમણ વધવાથી ઉદ્વવ સરકાર ચિંતામાં આવી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 251 પોલીસકર્મીઓને પૉઝિટીવ થતા સરકારમાં હડકંપ મચી ગયો છે.