નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની હાજરી વાળા ડિસ્કવરીના જાણીતા શો મેન વર્સેજ વાઈલ્ડનું ટીઝર સામે આવ્યા બાદ કૉંગ્રેસે કહ્યું કે સંબંધિત ચેનલે શૂટિંગના દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવો જોઈએ એટલે ખબર પડે કે 'પુલવામા આતંકી હુમલાવાળા દિવસે મોદી કેટલા વાગ્યા સુધી શૂટિંગ કરતા રહ્યા.' પાર્ટી પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું, પુલવામા હુમલાના દિવસે (14 ફેબ્રઆરી) અમે આ મુદ્દા પર કહ્યું હતુ તે હુમલાના સમયે પ્રધાનમંત્રી મોદી શૂટિંગમાં વ્યસ્ત હતા.શૂટિંગ બાદ સાડા પાંચ વાગ્યે પ્રધાનમંત્રી મોદીએ ઉત્તરાખંડમાં એક જનસભાને સંબોધિત કરી હતી, પરંતુ તેમા તેમણે ન તો પૂલવામા હુમલાની નિંદા કરી અને ન તો શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તિવારીએ કહ્યું, ડિસ્કવરી ચેનલે તે દિવસના પોતાના શૂટિંગના કાર્યક્રમને સાર્વજનિક કરી બતાવવું જોઈએ શૂટિંગ કેટલા વાગ્યા સુધી ચાલ્યું હતું એટલે પ્રધાનમંત્રીની એ દિવસની દિનચર્યા વિશે ખબર પડી શકે.
ડિસ્કવરીના ખૂબ ચર્ચિત કાર્યક્રમ ‘Man Vs Wild’ના એક એપિસોડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેયર ગ્રિલ્સ સાથે અમુક એડ્વેન્ચર કરતાં જોવા મળશે. આ કાર્યક્રમનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાઢ જંગલમાં ફરતા જોવા મળી રહ્યા છે. હાલ આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે.
Man Vs Wildના એન્કર બેયર ગ્રિલ્સે તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ કાર્યક્રમનું ટીઝર લોન્ચ કર્યું છે. તેમણે લખ્યું છે કે, દુનિયાના 180 દેશોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક અનોખો અંદાજ જોવા મળશે. તેમાં તેઓ મારી સાથે ભારતના જંગલ વિસ્તારોમાં ફરશે. આ દરમિયાન પશુ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ મુદ્દે વાતો પણ કરવામાં આવશે.
આ એપિસોડને 12 ઓગસ્ટે રાત્રે નવ વાગે પ્રસારિત કરવામાં આવશે. 45 સેકન્ડના ટીઝરમાં મોદી અને ગ્રિલ્સ જંગલમાં ફરતા જોવા મળે છે.
કૉંગ્રેસે કરી માંગ, PM મોદીના શૂટિંગવાળા દિવસનો કાર્યક્રમ જાહેર કરે ડિસ્કવરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jul 2019 10:32 PM (IST)
ડિસ્કવરીના ખૂબ ચર્ચિત કાર્યક્રમ ‘Man Vs Wild’ના એક એપિસોડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેયર ગ્રિલ્સ સાથે અમુક એડ્વેન્ચર કરતાં જોવા મળશે. આ કાર્યક્રમનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાઢ જંગલમાં ફરતા જોવા મળી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -