નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ દુનિયામાં હજુ અટકવાનુ નામ નથી લઇ રહ્યો, કોરોનાના કેર વચ્ચે દુનિયામાં અફડાતફડી મચી ગઇ છે. તાજા આંકડા પ્રમાણે દુનિયાભરમાં 30 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે અને 2 લાખથી વધુ લોકો મોતને ભેટ્યા છે.

અમેરિકા અને યુરોપના દેશો સૌથી વધુ પ્રભાવિત થાય છે. તાજા આંકડો પ્રમાણે જોઇએ તો અત્યાર સુધી દુનિયાભરમાં કોરોનાના 30 લાખ 225 કેસો નોંધાયા છે, વળી 2 લાખ 537 લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.

ખાસ વાત છે કે, આ મહામારી સામે દુનિયાભરમાં 9 લાખ 22 હજાર 387 લોકો સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

અમેરિકાની વાત કરીએ તો, અહીં કોરોનાનો પ્રકોપ સૌથી વધુ છે, અહીં દુનિયાના લગભગ 32 ટકા દર્દીઓ છે. તાજા આંકડા પ્રમાણે અમેરિકામાં અત્યાર સુધી 10 લાખ 10 હજાર 356 કોરોનાના દર્દીઓ છે, અને 56 હજાર 797 લોકો મોતને ભેટી ચૂક્યા છે. અમેરિકામાં 1 લાખ 38 હજાર 990 લોકો સાજા થયા છે.


કોરોનાના પ્રકોપમાં સ્પેન બીજા નંબરે અને ઇટાલી ત્રીજા નંબર પર છે. સ્પેનમાં 2 લાખ 29 હજાર 422 લોકો સંક્રમિત છે, અને 23 હજાર 511 લોકોના મોત થયા છે.

સ્પેન બાદ ત્રીજા નંબર પર ઇટાલી છે, અહીં 1 લાખ 99 હજાર 414 દર્દીઓ છે, અને 26 હજાર 977 લોકોના મોત થઇ ચૂક્યા છે. દુનિયાભરમાં કોરોનાથી હાલ કોઇ રાહત મળી નથી. નાના-મોટા દરેક દેશ કોરોના સામે જંગ લડી રહ્યાં છે.