નવી દિલ્હીઃ રોડ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલયે નવા વાહનો માટે ભારત સીરિઝ (Bharat series) ની અધિસૂચના જારી કરી છે.  નવા નિયમ હેઠળ નવા વાહનો (new vehiclesa)ને  BH સીરિઝમાં રજિસ્ટર્ડ કરાવવાના રહેશે. આ સીરિઝનો સૌથી વધારે ફાયદો નોકરી માટે એક રાજ્યથી બીજા રાજ્યમાં જતા લોકોને થશે. ભારત સીરિઝ હેઠળ રજિસ્ટ્રેશન નંબર લેવાથી તે વાહનોના માલિકોને નવા રાજ્યોમાં જવા પર નવો રજિસ્ટ્રેશન (new registration) નંબર લેવાની જરુર નહીં રહે. હન માલિક નવી વ્યવસ્થા હેઠળ બીજા રાજ્યોમાં શિફ્ટ થશે તો તે જૂના રજિસ્ટ્રેશનથી પોતાના વાહનોને સરળતાથી રોડ પર ચલાવી શકશે. 






ભારત વ્હીકલ સીરિઝથી કેન્દ્ર સરકારના કર્મચારી, આર્મી અને અન્ય બીજા લોકોને ફાયદો થશે. આ લોકો નોકરી અને કામથી મોટા ભાગે એક રાજ્યથી બીજા રાજ્યમાં રહે છે.  BH Vehicle Seriesના લાગૂ થવા પર આ લોકોને પોતાના વાહનો માટે વારંવાર રજિસ્ટ્રેશન નંબર નહીં લેવો પડે. આ તમામ જૂના રજિસ્ટ્રેશન નંબર પરથી જ પોતાના વાહનને નવા રાજ્યમાં ચલાવી શકે છે.


પૂર અને ભૂસ્ખલનથી નેપાળમાં મુશ્કેલી ભારતે 8 કરોડની કરી મદદ


નેપાળઃ  પૂર અને ભૂસ્ખલનની બેવડી મુશ્કેલીનો સામનો કરી રહેલા નેપાળને મદદ માટે ભારતે હાથ લંબાવ્યો છે. ભારતે નેપાળને 8 કરોડ રૂપિયાની રાહત સામગ્રીનું દાન કર્યું છે. નેપાળના 15 પૂરગ્રસ્ત જિલ્લાઓમાં લોકોની મદદ માટે માનવતાવાદી સહાય કરી છે.  ભારતીય દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પૂર અને ભૂસ્ખલનને કારણે તાજેતરમાં થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને  નેપાળ-ભારત મહિલા મિત્રતા સોસાયટી (NIWAFS) અને પપ્રાજ્ઞયિક વિદ્યાર્થી પરિષદ (PVP) દ્વારા રાહત સામગ્રીનો સંપૂર્ણ જથ્થો સ્થાનિક સરકારો સાથે વિતરણ કરવામાં આવશે. 


નેપાળમાં ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદને કારણે મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ સોનૌલી કાઠમાંડૂ, પોખરા બંધ થઈ ગયો છે. ભારે વરસાદને પગલે ભૂસ્ખલન થતાં હજારો ભારતીય ટ્રકો પણ ફસાઇ ગઈ છે. પાણીના ભારે પ્રવાહથી રુપનદેહી જિલ્લાના દેવદહ સ્થિત ધોડાહા પુલ તૂટી ગયો હતો.