નવી દિલ્હીઃ કાનપુર હત્યાકાંડના મુખ્ય આરોપી વિકાસ દુબેની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે તેને ઉજ્જૈનથી ઝડપી પાડ્યો છે. માહિતી પ્રમાણે, ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં તે સરેન્ડર કરવા માંગતો હતો, પરંતુ પહેલા જ પોલીસને માહિતી આપી દેવામાં આવી. એક તસવીરમાં વિકાસ દુબે સોફામાં બેઠેલો દેખાઇ રહ્યો છે. પોલીસ વિકાસને પકડીને લઇ ગઇ છે. આના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મહાકાલ મંદિરના સિક્યૂરિટી ગાર્ડે જ પોલીસને માહિતી આપી હતી. લગભગ 10 રાજ્યોની પોલીસ વિકાસ દુબેની શોધી રહી હતી.


એવી પણ વાત સામે આવી છે કે, વિકાસ દુબેએ લૉકલ મીડિયાને પોતાના સરેન્ડરની જાણ કરી છે. ત્યારબાદ મહાકાલ પોલીસ સ્ટેશનની પાસે તેને લૉકલ પોલીસની સામે સરેન્ડર કરી લીધુ છે. સરેન્ડર કર્યાના રિપોર્ટ બાદ એસટીએફની ટીમ ઉજ્જૈન રવાના થઇ ગઇ છે.