નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં ભાજપના નેતા વિશ્વાસ સારંગે શુક્રવારે કહ્યું કે, તેણે આજ સુધી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને તેની બહેન કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની રક્ષાબંધન તહેવારની ઉજવણી કરતી તસવીર નથી જોઈ. કોંગ્રેસે તેના  જવાબમાં કહ્યું કે, તેમના નેતાઓએ તેની ધાર્મિકતા અને આસ્થા માટે ભાજપ પાસેથી પ્રમાણપત્રની જરૂરત નથી.




નરેલા વિધાનસભા ક્ષેત્રથી ભાજપ ધારાસભ્ય વિશ્વાસ સારંગે જાહેરાત કરી છે કે જો કોઈ રાહુલ ગાંધીની પ્રિયંકાના હાથેથી રાખડી બાંધતી તસવીર બહાર લાવશે તો તેને ઇનામ આપશે. વિશ્વાસ સારંગનું આ નિવેદન રક્ષાબંધનના પ્રસંગે મુખ્યમંત્રી કમલનાથે કેટલીક ખાસ મહિલાઓ પાસે રાખડી બાંધવાના મામલે આવ્યું છે. તમને જણાવી દઈએ કે રક્ષાબંધનના દિવસે પ્રિયંકા ગાંધીએ રાહુલ સાથે બાળપણની એક ક્યૂટ તસવીર સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી.


વિશ્વાસ સારંગે કમલનાથ ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે ઇટાલીના રિત રિવાજ માનનાર નેતા જ્યારે સત્તામાં આવશે તો આવી જ તસવીરો સામે આવશે. કોંગ્રેસના નેતાઓને રક્ષાબંધન સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે આ લોકો ઇટાલીની નીતિ માને છે.