MP Cabinet Expansion News: મધ્યપ્રદેશમાં ભાજપની બમ્પર જીત અને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શપથ બાદ હવે તમામની નજર રાજ્યના મંત્રીમંડળ પર ટકેલી છે. કેબિનેટમાં કયા નેતાઓને સ્થાન મળશે તે જાણવા માટે સૌ કોઈ ઉત્સુક છે. તેમજ કયા નેતાને કયું મંત્રાલય આપવામાં આવશે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે મધ્યપ્રદેશમાં મંત્રી પદ માટે કેટલાક નામો પર ચર્ચા થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશમાં કુલ 22 મંત્રીઓ બનાવવામાં આવશે. જો કે, આ નામો હજુ પણ સંભવિત છે અને તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
મધ્યપ્રદેશના સંભવિત મંત્રી
1. રામેશ્વર શર્મા2. રમેશ મેંદોલા3. ગોવિંદ રાજપૂત4. રીતિ પાઠક5. સંજય પાઠક6. કૃષ્ણ ગૌર7. હરી સિંહ રઘુવંશી8. સરલા રાવત9. નીના વર્મા10. પ્રદ્યુમ્ન તોમર11. અભિલાષ પાંડે12. ધીરેન્દ્ર બહાદુર સિંહ13. સંપતિયા ઉઇકે14. ચેતન્ય કશ્યપ
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં પાર્ટી હાઈકમાન્ડની સાથે મુખ્યમંત્રી મોહન યાદવે બેઠક કરી હતી. જેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે લોકસભા ચૂંટણી સુધી કેબિનેટનું ફોર્મ નાનું રહેશે. જેનું મહત્વનું કારણ રાજ્ય પરનો બિનજરૂરી નાણાકીય બોજ ઘટાડવાનું કહેવાય છે.
રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે કોને મંત્રી બનાવવા
જો સૂત્રોનું માનીએ તો, પાર્ટી રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય અને પ્રહલાદ સિંહ પટેલના સંબંધમાં હજુ અંતિમ નિષ્કર્ષ પર પહોંચી નથી, તેથી શપથ ગ્રહણ કરનાર મંત્રીઓની યાદી મોડી રાત સુધીમાં તૈયાર કરવામાં આવશે. કેબિનેટની રચના અંગે મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે, રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે કે મધ્યપ્રદેશમાં કોને મંત્રીઓ બનાવવામાં આવશે.
પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને દિલ્હી બોલાવ્યા
ધારાસભ્યોના શપથગ્રહણ બાદ પાર્ટી હાઈકમાન્ડે હવે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને દિલ્હી બોલાવ્યા છે. જ્યાં તેઓ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરશે. મીડિયા સાથે વાત કરતા શિવરાજે કહ્યું કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે તેમને દિલ્હી બોલાવ્યા છે. પાર્ટી મને જે પણ જવાબદારી આપશે તે હું નિભાવીશ. ઉલ્લેખનીય છે કે અગાઉ શિવરાજે કહ્યું હતું કે તેઓ દિલ્હી નહીં જાય. શિવરાજ હવે આવતીકાલે દિલ્હી જશે. તેઓ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળવાના છે. ભારતીય જનતા પક્ષે તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મધ્ય પ્રદેશની 230 બેઠકોમાંથી 163 બેઠકો પર જીત મેળવી હતી.