તેમણે કહ્યું, એમપી સરકારે આજે મહત્વપૂર્ણ ફેંસલો કર્યો છે. મધ્યપ્રદેશમાં નોકરીઓ હવે માત્ર રાજ્યના યુવાઓને જ આપવામાં આવશે. મધ્યપ્રદેશના સંસાધન રાજ્યના બાળકો માટે હશે. આ માટે અમે જરૂરી કાનૂની જોગવાઈ કરી રહ્યા છીએ.
શિવરાજ સિંહે સ્વતંત્રતા દિવસે સંબોધનમાં કહ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકાર સ્થાનિક લોકોને તેમની ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટના આધારે મહત્તમ નોકરી મળે તે માટે પ્રયત્નશીલ છે.