ભોપાલ: ભોપાલ જેલમાંથી ફરાર સિમીના આતંકિયોના એન્કાઉટર પર સવાલો ઉઠી રહ્યા છે, એવામાં આ ઘટનાને અંજામ આપનારા પોલીસકર્મીઓને મળનારા ઈનામને મધ્યપ્રદેશ સરકારે ટાળી દિધો છે.

ભોપાલ જેલમાંથી ફરાર સિમી આતંકિયોના એન્કાઉટરમાં મુખ્ય ભૂમિકા નિભાવનારા પોલીસકર્મીઓને 2-2 લાખ રૂપિયાનું ઈનામ આપવાના નિર્ણયને મધ્ય પ્રદેશ સરકારે હાલ ટાળી દિધો છે.

આ પુરસ્કાર આપવાની જાહેરાત કાનૂની તપાસના આદેશ પહેલા કરવામાં આવી હતી. હવે જ્યારે કાનૂની તપાસના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે સરકારે ઈનામ આપવા મુદ્દે હાથ પાછા ખેંચી લિધા છે.

30-31 ઓક્ટોબરની રાત્રે ભોપાલ સેંટ્રલ જેલમાંથી સિમીના આઠ આતંકી હેડ કોન્સટેબલ રમાશંકરની હત્યા કરી જેલમાંથી ફરાર થઈ ગય હતા. ત્યારબાદ થોડા કલાકોમાં ભોપાલ પોલીસે શહેરની પાસે અથડામણમાં આઠ આતંકીઓને માર્યા હોવાનો દાવો કર્યો હતો.