નવી દિલ્લીઃ હિંદી ન્યૂઝ ચેનલ NDTV પર લાગેલા બેન પર મીડિયા ગૃપના પ્રમુખ રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાએ પ્રતિક્રિયા આપી હતી. સુભાષ ચંદ્રાએ NDTV પર લગાવેલા એક દિવસના બેનને યોગ્ય ઠેરવ્યો હતો. સુભાષ ચંદ્રાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, NDTV પર 1 દિવસના પ્રતિબંધ અન્યાય છે. આ સજા ઘણી ઓછી છે. દેશની સુરક્ષા સામે જોખમ ઉભુ કરવા બદલ તેના પર આજીવન બેન મુકી દેવો જોઇએ. તેણે જણાવ્યું હતું. NDTV અદાલતમાં જાય તો તેને ત્યાં પણ ફટાકર મળે.
વધુમાં સુભાષ ચંદ્રાએ લખ્યું હતું કે, યૂપીએ કાળમાં ZEE પર પ્રતિબંધની વાત ચાલી રહી હતી. ત્યારે NDTV અને અન્ય બુદ્ધીજીવીઓએ મૌન ધારણ કર્યું હતું.એડિટર્સ ગિલ્ડ પણ ચુપ હતું. આજે ખોટાને ખોટું કહેવા પર અમુક લોકો તેને ઇમરજન્સી કહી રહ્યા છે. શું દેશની સુરક્ષાનું કઇ જ મહત્વ નથી.