નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર પોતાના આદેશમાં જાહેર કર્યુ છે કે પ્રવાસી મજૂરોને તેમના ઘર સુધી સુરક્ષિત પહોંચાડવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. આવામાં રાજ્ય સરકારો પોત પોતાની બોર્ડર પર અસ્થાયી શેલ્ટર હૉમ બનાવીને મજૂરોનો રોકી રહી છે.
આવા સમયે મજૂરો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવા ખુબ જરૂરી છે. એમપી-યુપી બોર્ડર પર ભૂખથી બેહાલ થયેલ પ્રવાસી મજૂરોએ પ્રદર્શન કર્યુ, તો પોલીસે ભૂખ્યા અને લાચાર મજૂરો પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટના હાલ ખુબ ચર્ચામાં છે.
કેન્દ્ર સરકારના આદેસ બાદ મધ્યપ્રદેશના રીવાની ચાકઘાટ બોર્ડર પર પોલીસે સ્થળાંતર કરી રહેલા મજૂરોને રોકવાનુ શરૂ કર્યુ, જોત જોતામાં અહીં હજારોની સંખ્યામાં ભીડ એકઠી થઇ ગઇ, એટલુ જ નહીં ભીડ માટે તંત્ર પણ તૈયાર ન હતુ, આવામાં ખાવા-પીવાની માંગ કરી રહેલા મજૂરોએ નારેબાજી કરવાનુ શરૂ કરી દીધુ. સ્થિતિ સંભાળવા માટે એસપી આબિદ ખાને પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને બાદમાં મજૂરોને વાયદો કરીને નીકળી ગયા હતા.
પણ જ્યારે રાત્રે 11 વાગ્યા ત્યારે મજૂરોને ખાવાનુ નામ મળ્યુ તો મજૂરોએ હંગામો શરૂ કરી દીધો હતો. હાઇવે જામ કરી દીધો, ઘટનાની માહિતી મળતા જ ઘટના પર મોટી સંખ્યામાં પોલીસદળ બોલાલી લેવામાં આવ્યુ અને બાદમાં ભૂખ્યા મજૂરો પર લાઠીચાર્જ કરવાનો શરૂ કરી દેવાયો, મજૂરોને પોલીસે દોડાવી દોડાવીને ફટકાર્યા હતા.
MPમાં ખાવાનુ માંગી રહેલા પ્રવાસી મજૂરો પર પોલીસનો લાઠીચાર્જ, દોડાવી દોડાવીને ફટકાર્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 May 2020 09:53 AM (IST)
રાત્રે 11 વાગ્યા ત્યારે મજૂરોને ખાવાનુ નામ મળ્યુ તો મજૂરોએ હંગામો શરૂ કરી દીધો હતો. હાઇવે જામ કરી દીધો, ઘટનાની માહિતી મળતા જ ઘટના પર મોટી સંખ્યામાં પોલીસદળ બોલાલી લેવામાં આવ્યુ અને બાદમાં ભૂખ્યા મજૂરો પર લાઠીચાર્જ કરવાનો શરૂ કરી દેવાયો
- - - - - - - - - Advertisement - - - - - - - - -