MP, UP By Polls Results Live: શિવરાજ સરકાર રહેશે સલામત, મધ્યપ્રદેશમાં 11 બેઠક પર ભાજપનો વિજય ; UPમાં 6 સીટ પર બીજેપીની જીત

૫૮ પૈકી મધ્ય પ્રદેશમાં સૌથી વધુ ૨૮ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી. મધ્ય પ્રદેશમાં ભાજપ સરકારને બહુમતી માટે ૨૮માંથી ૮ બેઠકોની જરૂર છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 10 Nov 2020 09:48 PM

મધ્યપ્રદેશમાં 28 બેઠકો પર થયેલી પેટાચૂંટણીમાં ભાજપે 11 સીટ પર જીત મેળવી લીધી છે, જ્યારે આઠ બેઠકો પર આગળ છે. કૉંગ્રેસે એક સીટ જીતી છે અને 8 પર આગળ છે

ઉત્તર પ્રદેશમાં ભાજપનો 6 બેઠક પર વિજય થયો છે. જ્યારે એક બેઠક પર સમાજવાદી પાર્ટીની જીત થઈ છે.
મધ્યપ્રદેશમાં ખંડવા જિલ્લાની માન્ધાતા સીટ પરથી ભાજપના નારાયણ પટેલ વિજેતા બન્યા છે. તેમણે કોંગ્રેસના ઉત્તમપાલ સિંહને 22,129 મતથી હાર આપી છે.
BJPની જીત પર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યુ, પેટાચૂંટણીમાં વિજેતા બનેલા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને હાર્દિક શુભકામના. તમામ દેવતુલ્ય મતદારોનો દિલથી આભાર. મને પૂરો વિશ્વાસ છે કે વિજેતા ઉમેદવારો જનસેવા અને પોતાના વિધાનસભા વિસ્તારના વિકાસ માટે તત્પર રહેશે.
દિગ્વિજય સિંહના ભાઈ અને ધારાસભ્ય લક્ષ્મણ સિંહે ટ્વિટ કરીને લખ્યું, કળિયુગ છે ચરમ પર, જીતી ગયા છે ભ્રષ્ટાચારી.
મધ્યપ્રદેશની પેટા ચૂંટણીમાં ભાજપની જીત બાદ ઈન્દરોમાં પાર્ટી ઓફિસ બહાર જીતનો જશ્ન મનાવતાં પક્ષના કાર્યકર્તા
મધ્યપ્રદેશની પેટા ચૂંટણીમાં ભાજપની જીત બાદ ઈન્દરોમાં પાર્ટી ઓફિસ બહાર જીતનો જશ્ન મનાવતાં પક્ષના કાર્યકર્તા
મધ્યપ્રદેશમાં ભાજપ 28માંથી 20 સીટ પર આગળ છે, કોંગ્રસ 7 પર અને બહુજન સમાજ પાર્ટી 1 સીટ પર આગળ છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે ટ્વિટ કરીને કહ્યું, રાજ્યની જનતાએ ફરી એક વખત વિકાસ અને જનકલ્યાણ માટે સંકલ્પિત બીજેપીને મધ્યપ્રદેશની જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે. જે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

ઉત્તરપ્રદેશમાં 7માંથી 6 બેઠક પર ભાજપ, 1 પર અપક્ષ આગળ
મણિપુરની પાંચ સીટમાંથી બેમાં ભાજપની જીત, બે સીટ પર આગળ
મધ્યપ્રદેશમાં ભાજપે જીતની ઉજવણી શરૂ કરી
મધ્યપ્રદેશમાં ભાજપે જીતની ઉજવણી શરૂ કરી
મણિપુરમાં ભાજપે જીતનું ખાતું ખોલ્યું
તેલંગાણામાં ભાજપ આગળ
તેલંગાણામાં ભાજપ આગળ
ઝારખંડમાં ભાજપ અને કોંગ્રેસ એક-એક સીટ પર આગળ
ઝારખંડમાં ભાજપ અને કોંગ્રેસ એક-એક સીટ પર આગળ
ઝારખંડમાં ભાજપ અને કોંગ્રેસ એક-એક સીટ પર આગળ
યુપીના બુલંદશહેર પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર 1700 મતથી આગળ
મધ્યપ્રદેશમાં ભાજપ 16, કોંગ્રેસ 8 અને બહુજન સમાજ પાર્ટી 1 સીટ પર આગળ
છત્તીસગઢમાં કોંગ્રેસ આગળ
નાગાલેંડની બંને બેઠક પર અપક્ષ ઉમેદવાર આગળ
મણિપુરની 5 બેઠક પૈકી હાલ 1-1 બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે
ઓડિશાની બંને સીટ પર BJDના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે
હરિયાણમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ છે
મધ્યપ્રદેશની 28 સીટની પેટા ચૂંટણી પૈકી 12માં ભાજપ, એકમાં બહુજન સમાજ પાર્ટી, 5માં કોંગ્રેસ આગળ છે.
ઉત્તર પ્રદેશમાં 7 બેઠકની પેટા ચૂંટણી પૈકી 4 સીટ પર ભાજપ આગળ છે. જ્યારે બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને અપક્ષ 1-1 બેઠક પર આગળ ચાલી રહ્યા છે.
ઉત્તર પ્રદેશની સાત બેઠક પર પેટા ચૂંટણી થઈ રહી છે. જેમાં ત્રણમાં ભાજપ, એકમાં બહુજન સમાજ પાર્ટી આગળ છે.
કર્ણાટકની બંને સીટો પર ભાજપ આગળ
તેલંગાણાની દુબાકા સીટ પર પેટા ચૂંટણીની ચાલી રહી છે મત ગણતરી
તેલંગાણાની દુબાકા સીટ પર પેટા ચૂંટણીની ચાલી રહી છે મત ગણતરી
કર્ણાટકના આર.આર.નગરથી ભાજપના ઉમેદવાર આગળ
કર્ણાટકના આર.આર.નગરથી ભાજપના ઉમેદવાર આગળ
ઉત્તરપ્રદેશમાં જોનપુરથી સમાજવાદી પાર્ટી અને ઘાટમપુરથી ભાજપના ઉમેદવાર આગળ.
મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી અરૂણ તોમરે કહ્યું, મત ગણતરીમાં સૌથી વધારે રાઉન્ડ ગ્વાલિયર પૂર્વમાં 32 અને સૌથી ઓછા અનૂપપુરમાં 18 રાઉન્ડ હશે.
મધ્યપ્રદેશમાં શિવરાજ અને કમલનાથના ભાવિનો આજે થશે ફેંસલો, જ્યોતિરાદિત્ય સિંધિયાની પ્રતિષ્ઠા પણ લાગી છે દાવ પર
મધ્યપ્રદેશમાં શિવરાજ અને કમલનાથના ભાવિનો આજે થશે ફેંસલો, જ્યોતિરાદિત્ય સિંધિયાની પ્રતિષ્ઠા પણ લાગી છે દાવ પર
એમપી, યુપી સહિતના રાજ્યોમાં પેટા ચૂંટણીમાં પહેલા બેલેટ પેપરના વોટની ગણતરી થશે. જે બાદ ઈવીએમ ખોલવામાં આવશે.
એમપી, યુપી સહિતના રાજ્યોમાં પેટા ચૂંટણીમાં પહેલા બેલેટ પેપરના વોટની ગણતરી થશે. જે બાદ ઈવીએમ ખોલવામાં આવશે.
આ ઉપરાંત ગુજરાતની આઠ, ઉત્તર પ્રદેશની સાત, મણિપુરની ચાર, કર્ણાટકની બે, ઓડિશાની બે, ઝારખંડની બે, નાગાલેન્ડની બે, તેલંગણાની એક, હરિયાણાની એક અને છત્તીસગઢની એક વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ પણ આજે જાહેર થશે.

બ્રેકગ્રાઉન્ડ

૧૧ રાજ્યોની ૫૮ વિધાનસભા બેઠકોની યોજાયેલી પેટા ચૂંટણીની પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે. ૫૮ પૈકી મધ્ય પ્રદેશમાં સૌથી વધુ ૨૮ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી. મધ્ય પ્રદેશમાં ભાજપ સરકારને બહુમતી માટે ૨૮માંથી ૮ બેઠકોની જરૂર છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.