નવી દિલ્હી: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે મહિલા અનામત બીલ પાસ થવા પર પ્રશંસા કરી અને કેટલાક સવાલો પણ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કહ્યું કે, મહિલાઓ માટે આ બીલ ખૂબ જરુરી છે. પરંતુ તેમાં જે બે ફુટનોટ છે તેના પર અમારુ ધ્યાન ગયું છે.   રાજ્યસભામાં મહિલા આરક્ષણ બિલ પસાર થયાના એક દિવસ પછી એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રાહુલ ગાંધીએ શુક્રવારે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે આ બીલ "જાતિની વસ્તી ગણતરીની માંગથી ધ્યાન ભટકાવવા માટેની રણનીતિ છે. 


સાંસદો મંદિરમાં મુર્તીઓ જેવા છેઃ રાહુલ ગાંધી


લોકસભામાં ભાજપ પાસે  ઓબીસી પ્રતિનિધિત્વ છે, તે  કહેવા માટે અમિત શાહ પર પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપના કોઈ સાંસદ કોઈ નિર્ણય લઈ શકતા નથી અથવા કાયદો બનાવવામાં ભાગ લઈ શકતા નથી. 




રાહુલ ગાંધી બોલ્યા તમે કોઈપણ લોકસભા સાંસદને પૂછી શકો છો. લોકસભાને લોકતંત્રનું મંદિર કહેવામાં આવે છે. તમે કોઈ ભાજપ સાંસદને પૂછો કે શુ તમે કોઈ કાયદો બનાવો છો, કોઈ નિર્ણય તમે કરો છો. ક્યારેય નહી. કૉંગ્રેસ, ભાજપ કે ભારતનો કોઈપણ સાંસદ પોતે કોઈ નિર્ણય નથી લેતા. જેમ મંદિરમાં મૂર્તિઓ હોય છે, તેમ સાંસદો બનાવી રાખ્યા છે. તાકાત કોઈ પાસે નથી. દેશ ચલાવવા માટે કોઈ ભાગીદારી નથી. 


રાહુલ ગાંધીએ દાવો કર્યો કે આ મૂર્તિવાળી વાત છે, તે સંસદની બહાર એક ભાજપ સાંસદે મને કહી હતી.  તેઓ બોલ્યા અમે જનગણના કરી હતી તેને સરકાર સાર્વનજિક કરે.