Mukesh Ambani Guest: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે 12 જૂલાઈએ (Anant-Radhika Wedding) લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ દરમિયાન મુકેશ અંબાણીના આમંત્રિત મહેમાનોની યાદી પણ બહાર આવી ગઇ છે. જે મુજબ અંબાણી પરિવારના આ ફંક્શનમાં બોલિવૂડથી લઈને રાજકીય જગતની મોટી હસ્તીઓનો મેળાવડો જોવા મળશે. આ સિવાય વિદેશથી અંબાણીના ખાસ મહેમાનો પણ આ લગ્નમાં હાજરી આપવા આવી શકે છે.
ઠાકરેથી લઈને એકનાથ શિંદે આવશે!
અનંત-રાધિકાના લગ્ન માટે માત્ર બોલિવૂડ સ્ટાર્સને જ નહીં પરંતુ રાજકીય જગતની મોટી હસ્તીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ સિવાય અંબાણી પરિવાર દ્વારા તમામ પાર્ટી અને પાર્ટીના નેતાઓને લગ્નના આમંત્રણ મોકલવામાં આવ્યા છે.
વિદેશી મહેમાનોમાં આ મોટા નામ સામેલ છે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની ગેસ્ટ લિસ્ટમાં બોલિવૂડ, બિઝનેસ સેક્ટર, સ્પોર્ટ્સ અને પોલિટિકલ સેક્ટર સહિત અનેક ઈન્ટરનેશનલ સેલિબ્રિટીનો સમાવેશ થાય છે. જો અંબાણીના વિદેશી મહેમાનોની વાત કરીએ તો સ્પોર્ટ્સ લિજેન્ડ ફૂટબોલર ડેવિડ બેકહામ અને તેની પત્ની વિક્ટોરિયા બેકહામ અંબાણીના વિદેશી મહેમાનોની યાદીમાં છે. લગ્નમાં હાજરી આપવા માટે કેનેડિયન રેપર અને સિંગર ડ્રેક (Drake), અમેરિકન સિંગર્સ લાના ડેલ રે(Lana Del Rey) અને Adele મુંબઈ પહોંચી શકે છે.
રિપોર્ટ અનુસાર, અંબાણી પરિવાર તરફથી અમેરિકન રિયાલિટી સ્ટાર કિમ કર્દાશિયનના મેકઅપ આર્ટિસ્ટ મારિયો ડેડિવાનોવિક, યુએસ ટિકટોકર અને કન્ટેન્ટ ક્રિએટર જુલિયા ચાફે અને હેર સ્ટાઈલિસ્ટ ક્રિસ એપલટનને પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના આમંત્રણ મોકલવામાં આવ્યા છે.
આ બોલિવૂડ દિગ્ગજ કલાકારોને આમંત્રણ
બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર, જો આપણે અંબાણીના ગેસ્ટ લિસ્ટ પર નજર કરીએ તો તેમાં અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં અમિતાભ બચ્ચનથી લઈને કિમ કાર્દશિયનના મેકઅપ આર્ટિસ્ટ સુધી બધા સામેલ છે. આ સિવાય શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, જાહ્નવી કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, શાહિદ કપૂર, વિકી કૌશલ સહિત બૉલિવુડની સેલિબ્રિટીઓ આ ભવ્ય ફંક્શનમાં આવશે.
અનંત-રાધિકાના લગ્ન સમારોહ 12 જૂલાઈએ Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. તે ત્રણ દિવસ સુધી ચાલશે. મુકેશ અંબાણીએ આ ભવ્ય વેડિંગ ફંક્શનની યાદગાર પળોને કેપ્ચર કરવા માટે લોસ એન્જલસથી ટોપ લેવલના ફોટોગ્રાફર્સ અને કેમેરા પર્સનને બોલાવ્યા છે. એટલું જ નહીં અંબાણી દ્વારા આમંત્રિત વિદેશી મહેમાનો માટે ખાનગી જેટની વ્યવસ્થા છે અને આ ફંક્શનનો ડ્રેસ કોડ ભારતીય આઉટફિટ રાખવામાં આવ્યો છે.