ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ઘર એન્ટીલિયા બહાર મળેલી સંદિગ્ધ કાર મુદ્દે તપાસ થઇ રહી છે. આ કારમાંથી ધમકીભરી એક ચિઠ્ઠી પણ મળી આવી છે. ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ આ મામલે તપાસ કરી રહી છે. સંદિગ્ધ કારની જે નંબર પ્લેટ છે,તે નંબર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના નામે રજિસ્ટ્રર છે. શું છે સંદિગ્ધ કારનો મામલો જાણીએ


સંદિગ્ધ કારની  વિગત

ઉલ્લેખનિય છે કે, મુકેશ અંબાણીના ઘર માટે ધમકી ભરી ચિઠ્ઠી સાથે વિસ્ફોટર ભરેલી  કારનો નંબર જૈગવાર રોવર લેન્ડની કારનો છે. ગાડીની ડિટેલ્સ વિશે વાત કરીએ તો કારની નંબર પ્લેટ પર MH01-9945 લખ્યું છે. કાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રી નામે જ રજિસ્ટ્રર છે. આ નંબરથી જે કાર રજિસ્ટ્રર છે તે કાર કાર જૈગવાર રોવર લેન્ડની છે. કારનું રજિસ્ટ્રેશન 21 જાન્યુઆરી 2021માં થયું હોવાનું સામે આવ્યું છે.

આ ડિટેલ પરથી આ વાત સ્પસ્ટ થાય છે, જે સંદિગ્ધ કાર મળી છે તે સ્કોર્પિયો છે, તો જે નંબર પ્લેટ છે તે ડુપ્લીકેટ છે. મુંબઇ પ્લેસ ઓફ આટીઓની મદદથી કારના ચેસિસ નંબર અને એન્જન નંબરના સહારે કાર કોની છે અને કોના નામ રજિસ્ટ્રર છે. આ મુદે તપાસ થઇ રહી છે. પોલીસ સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ આ કારમાંથી અનેક કારની નંબર પ્લેટ પણ મળી આવી છે. જે નંબર પ્લેટ ગાડી માટે  ઉપયોગમાં લેવાઇ છે. તે નકલી નંબર પ્લેટ હતી તેમજ અંબાણીના ઘર પાસે મળેલી સંદિગ્ધ સ્કોર્પિયો કારની  ઓરિજિનલ નંબર પ્લેટ મળી જ નથી.હાલ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ ઘટનાસ્થળના સીસીટીવીના આધારે સમગ્ર મામલે તપાસ કરી રહી છે.