Multidimensional Poverty Index: દેશનો પ્રથમ મલ્ટીડાયમેન્શનલ પૉવર્ટી ઇન્ડેક્સને નીતિન આયોગે જાહેર કરી દીધો છે. આ ઇન્ડેક્સ અનુસાર બિહાર દેશનું સૌથી ગરીબ રાજ્ય જાહેર કરાયું છે. જ્યાં 51.91 ટકા વસ્તી ગરીબ છે. ગુજરાતમાં કુલ વસ્તીના 18.60 ટકા એટલે કે 1.12 કરોડ લોકો ગરીબ છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક તથા જમ્મુ કાશ્મીર જેવાં રાજ્યો કરતાં પણ ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ વધારે છે. બિહાર દેશમાં સૌથી ગરીબ રાજ્ય છે જ્યાં કુલ 51.91 ટકા વસ્તી ગરીબ છે.બીજા ક્રમે ઝારખંડ છે જ્યાં 41.16 ટકા લોકો ગરીબ છે. ગુજરાતમાં સૌથી વધુ ગરીબી ડાંગ જિલ્લામાં છે.જ્યારે અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછી ગરીબી છે.


ગુજરાતમાં ડાંગ, દાહોદ, પંચમહાલ અને નર્મદા જિલ્લામાં સૌથી વધુ ગરીબી છે. જ્યારે ગુજરાતના અમદાવાદ જિલ્લામાં ગરીબીનું પ્રમાણ સૌથી ઓછું છે. ગુજરાતમાં 2.11 કરોડ લોકોને ત્યા તો રસોઈ માટે ઈંધણ કે લાકડા પણ નથી.


જ્યારે આ ઇન્ડેક્સમાં બિહાર બીજા નંબર પર ઝારખંડનો આવે છે. જેમાં 42.16 ટકા વસ્તી ગરીબ છે. આ યાદીમાં ત્રીજા નંબર પર ઉત્તર પ્રદેશ આવે છે જ્યાં 37.79 ટકા વસ્તી ગરીબ છે. જ્યારે ચોથા નંબર પર મધ્યપ્રદેશનો આવે છે જ્યાં 36.65 ટકા વસ્તી ગરીબ છે. આ મામલામાં કેરલમાં સૌથી ઓછા ગરીબ લોકો છે જ્યાં ફક્ત 0.71 ટકા લોકો જ ગરીબ છે.


ઇન્ડેક્સમાં 700થી વધુ જિલ્લાઓના જિલ્લા સ્તરીય ગરીબીને ત્રણ ક્ષેત્રો સ્વાસ્થ્ય, શિક્ષણ અને જીવનસ્તર સાથે જોડાયેલા 12 ઇન્ડેક્સના આધાર પર આંકવામાં આવ્યા છે જેમાં પોષણ, શિશુ કિશોર મૃત્યુદર, પ્રસવ પૂર્વ સ્વાસ્થ્ય સુવિધા, અભ્યાસના વર્ષ, સ્કૂલમાં હાજરી, સફાઇ, પીવાનું પાણી, વિજળી. ઘર, સંપત્તિ, બેન્ક એન્કાઉન્ટ જેવા સૂચકાંક સામેલ છે.


બિહાર માટે સૌથી ચિંતાજનક બાબત એ છે કે રાજ્ય આ 12 સૂચકાંકોમાંથી 11માં ટોપ-5માં સામેલ છે. બિહારમાં સૌથી વધુ કુપોષિત લોકો છે. રિપોર્ટ અનુસાર, ઇન્ડેક્સ રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે નીતિ નિર્માતાઓ અને આયોજકોને વિકાસની સ્થિતિને સમજવા અને તે મુજબ નીતિ નક્કી કરવામાં મદદ કરશે. દરમિયાન, બહુપરીમાણીય ગરીબી સૂચકાંક સામે આવતાની સાથે જ વિપક્ષો ત્યાંની વર્તમાન સરકાર પર પ્રહારો કરી રહ્યા છે અને જવાબ માંગી રહ્યા છે કે રાજ્ય તેમની સરકારમાં આટલું પાછળ કેમ છે?