મુંબઈ: સ્ટેન્ડ-અપ કૉમેડિયન કૃણાલ કામરાની હવાઈ યાત્રા પર ચાર એરલાઈન્સ કંપનીઓએ પ્રતિબંધ લગાવી દીધો છે. કૃણાલ પર કથિત રીતે પત્રકાર અરનબ ગોસ્વામી સાથે ખરાબ વર્તન કર્યાનો આરોપ છે. એરલાઈન્સના પ્રતિબંધ પર પ્રતિક્રિયા આપતા કૃણાલે કહ્યું કે તેણે તેની સાથે ખરાબ વર્તન નથી કર્યું. સાથે તેમણે કહ્યું કે હવાઈ યાત્રા પર રોક લગાવવું તેના માટે હેરાન કરનારું નથી.

કુણાલ કામરા પર ઈન્ડિગો, એર ઈન્ડિયા બાદ ગો એર અને સ્પાઈસ જેટ દ્વારા પોતાના વિમાનમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સ્પાઈસજેટ દ્વારા પ્રતિબંધ લગાવતા તેના પર કટાક્ષ કરતા કૃણાલે ટ્વીટ કર્યું કે, ‘મોદીજી શું હું ચાલી શકું છું કે, તેના પર પણ પ્રતિબંધ છે.’ઇન્ડિગોએ છ મહિનાનો પ્રતિબંધ મુક્યો છે,

કૃણાલ કામરાએ ટ્વિટ પર એક નિવેદનમાં જણાવ્યું કે, હવાઈ યાત્રા દરિયાન મે કેબિન ક્રૂના આદેશોનું પાલન ન કર્યું હોય એવું બન્યું નથી. આ મારા માટે હેરાન કરનારું નથી કે, બંધારણના અનુચ્છેદ 19 હેઠળ અભિવ્યક્તિની આઝાદીના અધિકારનો ઉપયોગ કરવા પર ત્રણ એરલાઈનોએ મારા પર યાત્રા કરવાનો અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. મે ક્યારેય ખરાબ વર્તન કર્યું નથી. કામરાએ કહ્યું કે, મે ક્યારેય યાત્રા દરમિયાન કોઈ પણ યાત્રીની સુરક્ષાને સંકટમાં મુકી નથી. મે માત્ર પત્રકાર અરનબ ગોસ્વામીના અહંકારને નુકસાન પહોંચાડ્યું છે. તેણે કહ્યું, જો કોઈ જાણીતી વ્યક્તિ સામે પોતાનો વિચાર રજૂ કરવું ગુનો છે તો અમે બન્ને ગુનેગાર છે.


ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ આ મામલે કહ્યું કે, ખરાબ વ્યવહાર કે જે વિમાનની અંદર અરાજકતા ઉભી કરે તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને યાત્રા કરનારા યાત્રીઓના જીવને સંકટમાં મૂકનારું છે.