મહિલા આ હોટલમાં એક વેબ સીરીઝના શૂટિંગ માટે આવી હતી. દિવસનું શૂટ ખત્મ થયા બાદ એક્ટ્રેસ પોતાના કપડા બદલવા માટે ચેન્જિંગ રૂમમાં ગઈ હતી. આ દરમિયાન આરોપીએ તેની છેડતી કરી હતી. આરોપીથી ખુદને બચાવ્યા બાદ એક્ટ્રેસે ઇમરજન્સી આલાર્મ વગાડ્યો, જેને સાંભળીને હોટલનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો અને તેની મદદ કરી હતી.
મુંબઈ પોલીસે રવિવારે આ મામલે કેસ નોંધી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી વિરૂદ્ધ અલગ અલગ કલમ અંતર્ગત કેસ નોંધ્યો છે અને તેની ધરપકડ કરી છે. એનએમ જોશી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.