મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે અમિત સરોડે વ્યવસાયે ડ્રાઇવર હતો. છેલ્લા ચાર વર્ષથી તે યશવંત કાંબલેની પુત્રી સાથે પ્રેમ થઈ ગયો હતો. પરંતુ યશવંત કાંબલેએ તેને પોતાની પુત્રીથા દૂર રહેવા ઘણી વખત ચેતવણી આપી હતી, પરંતુ તેમ છતાં માનતો નહોતો. બંને ચોરી છુપાઈને મળતા હતા.
રવિવારે પણ અમિતે તેની ગર્લફ્રેન્ડ સાથે મુલાકાત કરી હતી. જ્યારે યશવંત કાંબલેને આ અંગેની જાણ થઈ ત્યારે તેણે સરોડેને પુત્રીની જિંદગીમાંથી હટાવવાનું નક્કી કરી લીધું. પોલીસના જણાવ્યા મુજબ, રવિવારે તેણે પુત્રીના પ્રેમીનું મર્ડર કરવા બે લોકો મોકલ્યા હતા. જેમાંથી એકે તેના પર ફાયરિંગ કર્યું અને બીજાએ તીક્ષ્ણ હથિયારથી પ્રહાર કર્યો. ઘટનાને અંજામ આપ્યા બાદ બંને ત્યાંથી નાસી છૂટ્યા હતા.
આ અંગે સરોડેના મિત્ર સૌરભ મોહાલે પોલીસ કેસ નોંધાવ્યો હતો. પોલીસે કાંબલે અને તેના બે સાગરિતોની આ કેસમાં ધરપકડ કરી હતી.