મુંબઈ: લોકસભા ચૂંટણીના પરિણામ બાદ કૉંગ્રેસમાં રાજીનામાં આપવાનો સિલસિલો યથાવત છે. મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષ મિલિંદ દેવડાએ રવિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દિધુ છે. તેમણે આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે એક ત્રણ સદસ્યોની સમિતિ બનાવવાની ભલામણ કરી છે જે કૉંગ્રેસનું નેતૃત્વ કરે.


મિલિંદ દેવડા વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ દિલ્હી આવી રહ્યા છે અને કોઈ મોટી જવાબદારી સંભાળશે. મહારાષ્ટ્રમાં હાલમાં કૉંગ્રેસની સામે ભાજપ અને શિવસેનાનું ગઠબંધન મજબૂત છે. વિધાનસભા ચૂંટણીને જોતા કૉંગ્રેસની ચિંતામાં વધારો થયો છે.