પટના: કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શનિવારે માનહાનિ કેસ મામલે પટનાની એક અદાલતમાં હાજર થયા હતા. આ દરમિયાન કૉર્ટેમાંથી જામીન મળ્યા હતા. ત્યાર બાદ રાહુલ ગાંધી સાંજે દિલ્હી જવા માટે એરપોર્ટ રવાના થયા હતા. ત્યારે રસ્તામાં પટનાની એક રેસ્ટોરેન્ટમાં જમવા પહોંચ્યા હતા. તે દરિમાન અચાનક રાહુલ ગાંધીને રેસ્ટ્રોરન્ટમાં જોઈને ત્યાં બેઠેલા લોકને આશ્ચર્ય થયું હતું.

રાહુલ ગાંધી સાથે તે દરમિયાન કૉંગ્રેસ પ્રવક્તા શક્તિ સિંહ ગોહિલ, પ્રદેશ પાર્ટી પ્રમુખ મદન મોહન ઝા અને રાજ્યસભા સભ્ય અખિલેશ પ્રસાદ સિંહ જેવા વરિષ્ઠ નેતાઓ હતા.


જો કે, એરપોર્ટ જતી વખતે રસ્તામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમને ભૂખ લાગી છે અને તે ઢોંસા ખાવા માંગે છે. તેના બાદ રાહુલ ગાંધી દક્ષિણ ભારતીય ભોજન માટે જાણીતી એક રેસ્ટોરેન્ટમાં જમવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધી રેસ્ટોરેંટમાં જમતી વખતે ત્યાં હાજર બાળકો સાથે વાતચીત પણ કરી હતી. અને લોકોએ તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી.


ભાજપ નેતા સુનીલ દેવધરનો દાવો- આંધ્રપ્રદેશના 18 ધારાસભ્યો ભાજપમાં થઇ શકે છે સામેલ

કર્ણાટકની કોગ્રેસ-જેડીએસ સરકાર પાડવા માંગે છે ભાજપઃ સુરજેવાલા