મુંબઇઃ રાજ્ય મહિલા આયોગે મુંબઈ પોલીસને લેખિત ફરિયાદ આપી છે. બાદમાં દિશા સાલિયાનની માતાના કહેવા પર કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને તેમના પુત્ર નિતેશ રાણે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈના માલવાણી પોલીસ સ્ટેશનમાં રાણે વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.


દિશા સાલિયાનની માતાએ રાણે અને તેના પુત્ર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. દિશાની માતાનો આરોપ છે કે તેમની પુત્રીને રાજકારણીઓએ બદનામ કરી છે. તાજેતરમાં દિશાના માતાપિતા મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના વડા રૂપાલી ચાકળકરને મળવા પહોંચ્યા  હતા.


દિશાની માતાએ બીજેપી નેતા દ્વારા તેમની પુત્રીની બદનામી કર્યાની પણ ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે  કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ શનિવારે તેમના જુહુ સ્થિત ઘરે પ્રેસ કોન્ફરન્સ કરીને દિશા સાલિયાનને લઈને ખૂબ જ ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો. નારાયણ રાણેએ દાવો કર્યો હતો કે દિશા સાલિયાનની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી.


8 જૂન, 2020ના રોજ દિશાના બિલ્ડિંગનું એન્ટ્રી રજિસ્ટર કોણે ફાડી નાખ્યું? દિશા સાલિયાનનો બદલો સુશાંત સિંહ રાજપૂત પાસેથી લેવા માંગતી હતી. આ લોકો તેના (સુશાંત) ઘરે ગયા, સુશાંતની હત્યા કરી. તે બિલ્ડીંગના સીસીટીવી કેવી રીતે ગાયબ થયા? 13 જૂનના CCTV ફૂટેજ ક્યાં ગયા? ચોક્કસ લોકોની એમ્બ્યુલન્સ કેવી રીતે આવી? હત્યાના પુરાવા કોણે નષ્ટ કર્યા?


દિશા સાલિયાનની માતાએ વધુમાં કહ્યું કે જે એપિસોડ બંધ થઇ ગયો છે તેને વારંવાર કેમ ઉઠાવવામાં આવે છે? જો આપણને કંઈ થાય તો શું આવા લોકો જવાબદાર હશે?


દિશાએ મંગેતરના ફ્લેટમાં આત્મહત્યા કરી હતી


ઓફિસનું ટેન્શન હતું એટલે આપઘાત કર્યાની વાત દિશાએ જણાવી હતી. દિશા સાલિયાન થોડા સમય માટે સુશાંત સિંહ રાજપૂતની મેનેજર રહી હતી. તેણે 8 અને 9 જૂનની મધ્યરાત્રિએ મલાડ વિસ્તારમાં આવેલા મંગેતરના ફ્લેટમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી. 14 જૂને સુશાંત સિંહ રાજપૂતે તેના બાંદ્રા સ્થિત ઘરે આત્મહત્યા કરી લીધી હતી.