મુંબઈમાં NCB ઓફિસમાં લાગી આગ, કોઈ જાનહાનીના સમાચાર નહી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Sep 2020 03:38 PM (IST)
મુંબઈમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો એનસીબીની ઓફિસમાં આગ લાગી છે. ફાયર બિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે હાલમાં જ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા.
મુંબઈ: મુંબઈમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો એનસીબીની ઓફિસમાં આગ લાગી છે. ફાયર બિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે હાલમાં જ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા પરંતુ સમગ્ર બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી છે. એનસીબી ઓફિસના ઉપરના ભાગે ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા બાદમાં બિલ્ડિંગની તમામ લાઈટ બંધ કરી દેવામાં આવી હતી. આગ એટલી બધી ભયાનક નહોતી પરંતુ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. એનસીબી હાલ સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ કનેક્શનમાં તપાસ કરી રહ્યું છે. હાલ સમગ્ર દેશની નજર એક્સચેન્જ બિલ્ડિંગ સ્થિત ઓફિસ પર છે. આજ બિલ્ડિંગની ઓફિસમાં રિયા ચક્રવર્તી અને શૌવિક ચક્રવર્તીને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની તપાસ હાલ સુશાંત સિંહ રાજપૂતની મોતના ડ્રગ્સ કનેક્શનની આસપાસ ફરી રહી છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રહેલી એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને ઘણી વખત આ બિલ્ડિંગમાં લાવવામાં આવી છે જેના કારણે આ બિલ્ડિંગ ચર્ચામાં છે. એવામાં આ બિલ્ડિંગમાં આગ લાગી છે ત્યારે આશા છે કે સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે જોડાયેલા કોઈ દસ્તાવેજ નષ્ટ અથવા તો ક્ષતિગ્રસ્ત ન થયા હોય. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ