મુંબઈઃ મુંબઈમાં એક પાંચ દિવસના બાળકે કોરોના સામેની જંગ જીતી લીધી છે. મુંબઈની કસ્તૂરબા હોસ્પિટલમાં ભરતી પાંચ વર્ષના બાળકનો બીજો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. આ ઉપરાંત બાળકની માતાનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. જણાવીએ કે, બાળક જ્યારે ત્રણ દિવસનો હતો ત્યારે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સાથે જ તે સમયે બાળકની માતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

કોરોના કહેર યથાવત છે

જણાવીએ કે, દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 2543 થઈ ગી છે. જેમાંથી 179 લોકો ઠીક થઈ ગયા છે અને 50 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 328 નવા કેસો નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 339, કેરાલામાં 286, તામિલનાડુમાં 309, દિલ્હીમાં 219, આંધ્રપ્રદેશમાં 135, રાજસ્થાનમાં 133, તેલંગાણામાં 127, કર્ણાટકામાં 121, યુપીમાં 121, મધ્યપ્રદેશમાં 98 કેસો સામે આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જાણકારી આપી કે તબલીગી જમાત સાથે જોડાયેલા એવા લોકો છે, જે હાલ ગુમ છે. આમને શોધવાનુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ આ અંતર્ગત 9000 એવા લોકો છે જેને ટ્રેક કરવામાં આવી રહ્યાં છે. તેમાંથી 1306 વિદેશી નાગરિક છે. દિલ્હીમાં 2500 તબલીગી જમાના લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા જેમાંથી 250 વિદેશી નાગરિક સામેલ હતા. તેમાંથી 1804ને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. કોરોના લક્ષણ જણાતા 334 લોકોને હોસ્પિટલમાં ભરતી કરવમાં આવ્યા છે. વિતેલા 24 કલાકમાં મોતના 12 નવા કેસ સામે આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, કોરોના વિરૂદ્ધ લડાઈ હજુ ચાલુ છે. બધાના તેમાં સહયોગની જરૂરત છે. તમામ ધર્મના લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે. લોકડાઉનનું રાજ્ય સરકાર કડકાઈથી પાલન કરે. તેની સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયે આરોગ્ય સેતુ એપ લોન્ચ કરી. તેમાં લોકો કોરોના વાયરસને સારી રીતે ટ્રેક કરી શકશે. જ્યારે વિશ્વભરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 9 લાખને પાર કરી ગઈ છે અને 49156 લોકોના મોત થયા છે.