મુંબઈમાં કપૂર પરિવારના ગણેશ વિસર્જન સમયે વિવાદ, પત્રકાર સાથે કરી ગેરવર્તણુક
abpasmita.in | 15 Sep 2016 09:00 PM (IST)
મુંબઈ: આજે મુંબઈમાં જ્યારે ગણપતી વિસર્જનનો માહોલ હતો, ત્યારે રિશી કપૂરે આજે વધુ એક વિવાદ સર્જ્યો છે. કપૂર પરિવારની ગણપતી વિસર્જન યાત્રા દરમ્યાન પત્રકારો સાથે ખરાબ રીતે વ્યવહાર કરવામાં આવ્યો હતો. રણધીર કપૂરે એક પત્રકાર સાથે ગેરવર્તણુક કરી. સાથે સાથે રિશી કપૂરે પોતાના એક પ્રશંસક સાથે ધક્કામુક્કી કરી હતી. મળતી જાણકારી પ્રમાણે તે પ્રશંસક રિષિ કપૂર સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો.