શ્રીનગર:પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટિના વરિષ્ઠ નેતા અને સાંસદ હામિદ કારાએ ગુરૂવારે પાર્ટી અને લોકસભા માંથી રાજીનામુ આપ્યું છે. હામિદ કારા 2002માં મુફ્તી મોહમ્મદ સઈદના નેતૃત્વવાળી પીડીપી સરકારમાં નાણાં મંત્રી હતા. હામિદ કારાએ આરોપ લગાવ્યો છે કે પીડીપી, બીજેપી ગઠબંધનની સરકાર ઘાટીમાં હિંસાને રોકવામાં નિષ્ફળ નિવડી છે. તેમણે કાશ્મીરમાં ભારે હિંસા અને સરકારની નિષ્ફળતાના કારણે પદ અને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. આ પહેલા હામિદ કારાએ રાજ્યમાં પીડીપી-બીજેપી ગઠબંધનને લઈને વિરોધ પણ કર્યો હતો.
પીડીપીમાં બગાવતના કારણે બીજેપીએ પોતાને સાઈડ લાઈન કરી તે પીડીપીનો અંગત મામલો ગણાવ્યો હતો. કેંદ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું તે પીડીપીનો અંદરનો મામલો છે. તેમણે કહ્યું જમ્મુ-કશ્મીરમાં વિકાસના એંજન્ડાને લઈને પીડીપી-બીજેપી વચ્ચે ગઠબંધન થયું હતું.