Traffic Rules: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ટ્રાફિકના નિયમોની અવગણના કરવી હવે તમને ભારે પડી શકે છે. મુંબઈમાં હવે હેલ્મેટ વગર બાઈક ચલાવવા પર 500 રૂપિયાનો દંડ લાગશે અને તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ થઈ જશે. મુંબઈ ટ્રાફિક પોલીસે એક નવો પરિપત્ર ટ્વિટ કર્યો છે.


શું છે પરિપત્રમાં


પરિપત્રમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ, ટુ-વ્હીલર સવાર અને પાછળ બેઠેલી વ્યક્તિ બંનેને હેલ્મેટ પહેરવા વિનંતી કરવામાં આવી છે. મોટર વ્હીકલ એક્ટ મુજબ હવે પાછળ બેઠેલા લોકો પર પણ આ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવશે. અમે હવેથી 15 દિવસ પછી તેનો અમલ શરૂ કરીશું. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે સાયકલ સવારો માટે હેલ્મેટ પણ ફરજિયાત બનાવવામાં આવશે.


નોટિફિકેશનમાં મુંબઈ ટ્રાફિક પોલીસે ઉલ્લેખ કર્યો છે કે તેમને જાણવા મળ્યું છે કે શહેરના મોટાભાગના ટુ-વ્હીલર સવારો હેલ્મેટ પહેરતા નથી અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે. હાલ ટ્રાફિક પોલીસ હેલ્મેટ વગરના સવારોને 500 રૂપિયાનો દંડ કરે છે અથવા તો તેમના લાયસન્સ સસ્પેન્ડ કરે છે.


ક્યારથી થશે અમલ


અધિકારીએ જણાવ્યું કે, 15 દિવસ બાદ હેલ્મેટ વગર મોટર સાયકલની પાછળ બેસનારને પણ આ જ દંડ ફટકારવામાં આવશે. નોટિફિકેશન અનુસાર જૂન 2022થી મુંબઈમાં આ નિયમો લાગુ કરવામાં આવશે.