આ પહેલા કથિત બોગસ ટીઆરપી મામલે રિપબ્લિક ટીવીના વિતરણ પ્રમુખ ઘનશ્યામ સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. મેજિસ્ટ્રેટે ધનશ્યામ સિંહને 13 નવેમ્બર સુધી પોલીસ ક્સ્ટડીમાં મોકલી દીધો હતો.
વિકાસ ખાનચંદાનીની ધરપકડ પહેલા મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 12 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, ટીઆરપી કૌભાંડનો ખુલાસો ગત મહિનામાં ત્યારે થયો જ્યારે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ(BARC)એ હંસા રિસર્ચ ગ્રુપ દ્વારા ફરિયાદ દાખલ કરાવી હતી કે કેટલીક ચેનલ ટીઆરીપના આંકડામાં ચેડા કરી રહી છે.