સોમવારે રાત્રે મુંબઈ- પૂણે એક્સપ્રેસ હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. રાયગઢ પાસે સ્પીડમાં આવતા કન્ટેનરે ચાર ગાડીઓને ટ્કકર મારી હતી. જેમાં અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે પાંચ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ચાર મૃતક સભ્યો એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે.
પોલીસે જણાવ્યાં મુજબ પૂરપાટ ઝડપે આવતા એક કેન્ટનરે ટેમ્પો, 2 કાર, ટ્રકને ટ્કકર મારી હતી. દુર્ઘટના સમયે હાઇવે પર કોહરામ મચી ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ ઘાયલોમાંથી બેને પનવેલ અને અન્ય બે લોકોને વાશીની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક ઘાયલને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં કેન્ટેનરની બ્રેક ફેઇલ થઇ હોવાનું સામે આવ્યું છે.