ફાસ્ટેગ ફરજિયાત કરવાની વારંવાર ઔપચારિક જાહેરાત કરી હતી. પરંતુ નિર્ણય લેવાયો નહીં. આ વચ્ચે જ ગત મહિને દોઢ મહિનાની સરકારે છૂટછાટ આપી હતી. આ છૂટછાટની સમય મર્યાદા 15મી ફેબ્રુઆરીના રોજ પૂરી થઈ ગઈ હતી. ત્યારબાદ કેન્દ્રએ નવી છૂટછાટ આપી નહીં અને અમલ ફરજિયાત બનાવ્યો હતો.
આ સમયગાળા દરમિયાન બાદ ફાસ્ટેગ વગરના વાહનો પાસેથી ડબલ ટોલ લેવાયો હતો. જોકે અડધી રાતે ડબલ ટોલ લેતા વાહન માલિકોએ કકળાટ કર્યો હતો.
શું છે FASTag
FASTag ટોલ સંગ્રહ માટે પ્રિપેડ રિચાર્જેબલ ટેગ્સ છે. જેમાંથી ટોલ ટેક્સની આપમેળે ચૂકવણી થઈ જાય છે. જેને વાહનની વિંડસ્ક્રીન પર ચોંટાડવામાં આવે છે. FASTagની મદદથી તમારે ટોલ ટેક્સ પર વાહનને વધારે સમય સુધી લાઇનમાં નહીં ઊભા રહેવું પડે. જેવું વાહન ટોલ પ્લાઝા પાર કરશે કે તરત વિન્ડસ્ક્રીન પર ચોંટાડવાં આવેલા FASTagથી લિંક્ડ બેંક એકાઉન્ટ, પ્રીપેડ વોલેટથી ટોલ કપાઈ જશે.
કેવી રીતે કરે છે કામ
FASTag રેડિયો ફ્રિકવન્સ આઈડેન્ટિફિકેશન (RFID) ટેકનોલોજી પર કામ કરે છે. FASTagની કોઇ એક્સપાયરી ડેટ હોતી નથી. જ્યાં સુધી તે ટોલ પ્લાઝા પર રીડેબલ હોય છે ત્યાં સુધી ઉપયોગ કરી શકાય છે. તેમાં કોઈ છેડછાડ પણ કરી શકાતી નથી. 22 સર્ટિફાઇડ બેંકો, એમેઝોન તથા પેટીએમ જેવી ઇ-કોમર્સ કંપનીઓ પણ તેનું વેચાણ કરી રહી છે.