મુંબઈ: મુંબઈમાં ગુરુવાર રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. મુંબઈ સિવાય, થાણે, મીરી-ભાયંદર, કલ્યાણ-ડોમ્બિવલી, નવી મુંબઈમાં પણ સતત વરસાદ થઈ રહ્યો છે. મુંબઈના હવામાન વિભાગના અધિકારી કેએસ હોસાલીકરે કહ્યું કે, આગામી 24 કલાકમાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. તેને જોતાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભારે વરસાદના કારણે મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈના સાયન, હિંદમાતા, પરેલ, કુર્લા, અંધેરી સબવેમાં એક થી બે ફૂટ પાણી ભરાયા છે.
પ્રથમ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાતા મહારાષ્ટ્ર સરકારમાં સહયોગી પાર્ટી કૉંગ્રેસે બીએમસી પર નિશાન સાધ્યું છે.
બીએમસીમાં વિપક્ષ નેતાએ શિવસેનાના નેતૃત્વવાળી બીએમસીને જવાબદાર ઠેરવતા કહ્યું કે, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પાણીમાં ડૂબશે મુંબઈ કારણને નાળાની સફાઈ નથી થઈ. બીએમસી પાસે હજુ પણ સમય છે. જે કોન્ટ્રાક્ટરે નાળા સાફ નથી કર્યા તેમને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, તેમાં મોટું કૌભાંડ થયું છે, એન્ટી કરપ્શન બ્યૂરોને પત્ર લખીને તપાસની માંગ કરીશ.
મુંબઈમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jul 2020 06:09 PM (IST)
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 24 કલાકમાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. તેને જોતાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -