મુંબઈમાં વરસાદનું રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજોમાં જાહેર કરવામાં આવી રજા
abpasmita.in | 19 Sep 2019 10:29 AM (IST)
હવામાન વિભાગે મુંબઈમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદ બાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મુંબઈ, ઠાણે, કોંકણની તમામ સ્કૂલો અને જૂનિયર કોલેજોને રજા રાખવાનો આદેશ કર્યો છે.
મુંબઈઃ માયાનગરી મુંબઈને ફરી એક વખત મેઘરાજા ધમરોળી શકે છે. હવામાન વિભાગે મુંબઈમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદ બાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મુંબઈ, ઠાણે, કોંકણની તમામ સ્કૂલો અને જૂનિયર કોલેજોને રજા રાખવાનો આદેશ કર્યો છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને શિક્ષણ મંત્રી આશીષ શેલારે ટ્વિટ કરીને સ્કૂલો અને જૂનિયર કોલેજોમાં રાહતની જાહેરાત કરી છે. મહરાષ્ટ્રના 13 જિલ્લામાં ગુરુવારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મુંબઈ, રાયગઠ, સતારા અને પુણેમાં ભારે વરસાદનો અંદાજ છે. કેટલા સ્થળો પર પાણી ભરાવાની તથા વિઝિબિલિટીમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્ય અને આસપાસના વિસ્તારોમાં સિસ્ટમ સક્રિય છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણના કારણે જુલાઈ અને ઓગસ્ટ જેવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દીપિકા ફરી એકવખત દુલ્હનના રૂપમાં જોવા મળી, જુઓ ગ્લેમરસ તસવીરો રાજ્યભરમાં 19-22 સપ્ટેમ્બર સુધીમાં આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી શો રૂમમાંથી નંબર પ્લેટ વગરનું નવું નક્કોર ACTIVA લઈ નીકળવું પડ્યું મોંઘુ, પોલીસે ફટકારી દીધો તોતિંગ દંડ