મુંબઈ: નવો મોટર વ્હીકલ એક્ટ પહેલી સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયો છે. ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ દંડની રકમ 10 ગણી વધી ગઈ છે. ત્યારે કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રી નિતિન ગડકરીની કારનું બોગસ પ્રદુષણ નિયંત્રણ પ્રમાણપત્ર(PUC) બનાવી આપવા મામલે મહારાષ્ટ્ર પોલીસે મોટી કાર્યવાહી કરી છે.

નિતિન ગડકરીની કારની ચકાસણી કર્યા વગર જ પીયૂસી આપનાર સેન્ટર સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ફરિયાદ પૂણેના ડેક્કન પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ છે.


પીયૂસી સેન્ટર પર કેન્દ્રીયમંત્રી ગડકરીની કારને ચેક કર્યા વગર પીયૂસી આપવાનો આરોપ છે. પોલીસ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે નિયમો અને પ્રક્રિયાનું ઉલ્લંઘન કરીને નિતિન ગડકરીની કારનું પીયૂસી ગેરકાયદે બનાવી દીધું છે.