Covid 19 Cases In Mumbai: મુંબઈમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો ચાલુ છે. BMC અનુસાર, શહેરમાં છેલ્લા 24 કલાકમાં 1857 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 11ના મોત થયા છે. તે જ સમયે, 503 લોકો ચેપમાંથી સ્વસ્થ થયા છે. શહેરમાં અત્યાર સુધીમાં 1036690 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને તેમાંથી 996289 લોકો સંક્રમણમાંથી સાજા થયા છે. 16546 દર્દીઓના મોત થયા છે અને 21142 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે.


મુંબઈમાં રવિવારે 2550 કેસ નોંધાયા હતા અને 13 દર્દીઓના મોત થયા છે. શનિવારે 3568, શુક્રવારે 5008 અને ગુરુવારે 5708 કેસ નોંધાયા હતા.


તે જ સમયે, સમગ્ર મહારાષ્ટ્રમાં 28,286 કેસ આવ્યા છે, જે રવિવારની તુલનામાં 12 હજારથી ઓછા કેસ છે. રાજ્યમાં 24 કલાકમાં 36 દર્દીઓના મોત થયા છે. રવિવારે મહારાષ્ટ્રમાં 40805 કોરોના કેસની પુષ્ટિ થઈ હતી. શનિવારે 46393 નવા કેસ નોંધાયા હતા.


ગુજરાત કોરોના કેસ


રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં આજે ઘટાડો થયો છે.   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13805  કેસ નોંધાયા છે. બીજી તરફ 13,469  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,30,938 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 86.49 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  25 મોત થયા. આજે 1,70,290 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 4361, વડોદરા કોર્પોરેશનમાં 2534, સુરત   કોર્પોરેશનમાં 1136,   રાજકોટ કોર્પોરેશનમાં 889, વડોદરા 721,  ગાંધીનગર કોર્પોરેશન 325, ભાવનગર કોર્પોરેશન 295, કચ્છ 282, મોરબી 267, રાજકોટ 260, પાટણ 242, સુરત 238, મહેસાણા 231, ભરુચ 190, નવસારી 160, બનાસકાંઠા 156, આણંદ 150, ગાંધીનગર 148, વલસાડ 141, જામનગર કોર્પોરેશન 140, સુરેન્દ્રનગર 113, અમરેલી 109, ખેડા 89, અમદાવાદ 80, પંચમહાલ 76, નર્મદા 57, જૂનાગઢ કોર્પોરેશન 54, પોરબંદર 52, સાબરકાંઠા 45, ગીર સોમનાથ 43, જામનગર 43, દાહોદ 39, જૂનાગઢ 31, ભાવનગર 27, તાપી 19, છોટા ઉદેપુર 17, મહીસાગર 17, અરવલ્લી 14, દેવભૂમિ દ્વારકા 7, બોટાદ 6 અને ડાંગમાં 1 કેસ નોંધાયો છે. 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 135148 કેસ છે. જે પૈકી 284  વેન્ટીલેટર પર છે, જ્યારે 134864 નાગરિકો સ્ટેબલ છે. 930938 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,274 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 25 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા  કોર્પોરેશનમાં 3,  સુરત કોર્પોરેશન 3,રાજકોટ કોર્પોરેશનમાં 2, વડોદરા 1, ભાવનગર કોર્પોરેશન 1, કચ્છ 1, સુરત 1,  મહેસાણા 1, વલસાડ 1, જામનગર કોર્પોરેશન 3, પંચમહાલ 1, ભાવનગરમાં 1 દર્દીનું મોત થયું છે.