COVID 19 Cases In Mumbai: મુંબઈમાં કોરોનાના નવા કેસો સતત વધી રહ્યા છે. BMCએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 20971 કેસની પુષ્ટિ થઈ છે, જે મહામારીની શરૂઆત પછી એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આજે કોરોના સંક્રમણને કારણે 6 દર્દીઓના મોત થયા છે અને 8490 લોકો ચેપમાંથી સ્વસ્થ થયા છે. હાલમાં શહેરમાં 91,731 સક્રિય દર્દીઓ છે.


BMC દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર, એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં છેલ્લા 24 કલાકમાં 150 નવા કોવિડ 19 કેસ નોંધાયા છે. ગુરુવારે મુંબઈમાં 20,181 કેસની પુષ્ટિ થઈ હતી. બુધવારે, મુંબઈમાં કોરોના વાયરસના ચેપના 15,166 નવા કેસ નોંધાયા હતા, જે તે સમય સુધીના સૌથી વધુ કેસ હતા. બુધવાર પહેલા, મુંબઈમાં એપ્રિલ 2021માં એક જ દિવસમાં સૌથી વધુ 11,163 કેસ નોંધાયા હતા.


મુંબઈમાં કોરોનાના કેસો વધી રહ્યા છે


05 જાન્યુઆરી- 15166
04 જાન્યુઆરી- 10860
03 જાન્યુઆરી- 8082
02 જાન્યુઆરી- 8063
01 જાન્યુઆરી- 6347


ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબૂ


રાજ્યમાં આજે કોરોનાના 5396 નવા કેસ નોંધાયા છે. રાજ્યના સૌથી વધુ 2311 કેસ અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કેસ નોઁધાયા છે. તો સુરત શહેર અને જિલ્લામાં 2311 કેસ સામે આવ્યા છે.  સુરત શહેરમાં કોરોના વિસ્ફોટ થયો છે અને ત્યાં એક હજારથી વધારે એટલે કે 1105 નવા કેસ નોંધાયા છે. તો ઓમિક્રોનના એક પણ કેસમાં નોધાયા નથી. બીજી તરફ 1158  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,21,541 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 96.62 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 1  મોત થયું છે. આજે  3,18,945 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


18583 એક્ટિવ કેસ અને 19 દર્દી વેન્ટિલેટર પર છે. મૃત્યુઆંક 10127 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 21 હજાર 541 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 18583 એક્ટિવ કેસ છે, જેમાંથી 19 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 18564 દર્દીની હાલત સ્થિર છે. જાન્યુઆરી 2022થી તો કોરોના રોકેટની ગતિએ ગુજરાતમાં વધી રહ્યો છે, સાથે જ મોતના આંકડામાં પણ વધારો થયો છે. ગત 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં કોરોનાના કારણે 6 દર્દીઓના મોત થયા હતા. જ્યારે જાન્યુઆરી મહિનાના માત્ર 7 જ દિવસમાં કોરોનાના કારણે 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.