નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે ઇન્ડિયન પબ્લિક હેલ્થ ઓસિસિએશનનું માનીએ તો ફેબ્રુઆરી મહિનામાં કોરોનાની ત્રીજી લહેર તેના પીક પર હશે..અને ફેબ્રુઆરી મહિના બાદ કેસ ક્રમશઃ ઘટશે..28 ડિસેમ્બરે દેશમાં જ્યાં 6,538 નવા કેસ હતા અને 0.61% પોઝિટિવિટી રેટ હતો. જ્યારે, આજે સાત દિવસ બાદ એક દિવસમાં 1 લાખ 17 હજાર કેસ નોંધાયા અને પોઝિટિવિટી રેટ 7 ટકા થયો છે..પહેલી લહેર દરમિયાન દેશમાં એક જ દિવસમાં 97,894 કેસ નોંધાયા હતા..જ્યારે બીજી લહેર દરમિયાન સૌથી વધુ 4 લાખ 14 હજાર કેસ નોંધાયા હતા..અને જો હાલની રફતારની જેમ કેસ વધતા રહ્યાં તો કોરોનાની ત્રીજી લહેર ફેબ્રુઆરીના મધ્યમાં તેના પીક પર હશે..
ઇન્ડિયન પબ્લિક હેલ્થ એસોસિયેશનના અધ્યક્ષ અને એઇમ્સમાં કોમ્યુનિટી મેડિસીનના ડોક્ટર સંજય રાયે કહ્યું કે કાંઇ પણ આપણે કરી લઇએ પણ કોરોનાના કેસને અટકાવી શકીએ નહી. તેમણે કહ્યું કે દુનિયાનો કોઇ પણ દેશ રોકી શકતો નથી અને કોઇ પણ એક્શન લઇએ તો પણ રોકી શકીએ તેમ નથી. કોરોનાની લહેર સ્લો થઇ શકે છે પરંતુ રોકી શકતા નથી. તમામ દેશમાં ઇન્ફેક્શન રેટ અલગ અલગ છે કારણ કે આ જૂની ઇમ્યુનિટી પર નિર્ભર કરે છે. દિલ્હી મુંબઇમાં ઇન્ફેક્શન ખૂબ વધુ હતી તો અહી પીક જલદી આવશે અને આ મહિનાના અંત સુધીમાં પ્લસ માઇનસ 10 દિવસ થઇ શકે છે.
દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાની ગતિ બેકાબૂ બની રહી છે. આ સાથે, કોરોનાના સૌથી ખતરનાક પ્રકાર ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના એક લાખ 17 હજાર 100 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 302 લોકો મૃત્યુ પામ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 3007 કેસ નોંધાયા છે. જાણો આજે દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે. દેશમાં અત્યાર સુધીમાં 3007 લોકો Omicron વેરિયન્ટથી સંક્રમિત થયા છે. જેમાંથી 1199 દર્દીઓ સાજા થયા છે.
આ પણ વાંચોઃ
કોરોનાની વેક્સિન લગાવ્યા પછી બાળક પેદા કરવાની ક્ષમતા જતી રહેશે ? મોદી સરકારે શું કહ્યું ?