નવી દિલ્લીઃ નીટ મામલે સુપ્રીમકોર્ટે આપેલા આદેશનો અમલ એક વર્ષ પાછલ ઠેલવવા માટે કેંદ્ર સરકારે લાવેલા વટ હુકમમાં દરમિયાનગીરી કરવાનો સુપ્રીમકોર્ટે ઈન્કાર કરી દીધો છે. આ વટહુકમના અમલ પર મનાઈહુકમ ફરમાવવાની દાદ માંગતી એક પિટિશન સુપ્રીમકોર્ટમાં દાખલ થઇ હતી પરંતુ સુપ્રીમકોર્ટે મનાઈહુકમ આપવાનો ઈન્કાર કરી દીધો છે. સાથે જ આ વટહુકમ લવાયો તે મુદ્દે સુપ્રીમકોર્ટે દુઃખ વ્યક્ત કર્યુ છે. કેંદ્ર સરકારના વટહુકમ પર દરમિયાનગીરી કરવાથી વધારે મુંજવણ ઉભી થશે તેના કારણે હવે સુપ્રીમકોર્ટે આ મુદ્દે દરમિયાનગીરી કરવાનો ઈન્કાર કર્યો છે. આ અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ દવેએ કહ્યું કે સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ તેના પર વટહુકમ લાવવાનો નિર્ણય યોગ્ય નથી.