મુંબઈ: રાધે માં ફરીથી અહેવાલોમાં આવી છે. મુંબઈના એક મિઠાઈના દુકાનવાળાએ રાધે માં પર આરોપ લગાવ્યો છે કે તેમના પુત્ર પર કાળો જાદુ કરી રાધે માં બોરિવલી સ્થિત તેમની કોઠીને પડાવવાની ફિરાકમાં છે અને તેના માટે ધમકી પણ આપવામાં આવી છે.
64 વર્ષીય મનમોહન ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે સુખવિંદર કૌર ઉર્ફે રાધે માંએ તેમને પંજાબના નંબરથી ગઈકાલે સવારે 10.30 થી 11.30 વાગ્યાની વચ્ચે ફોન કર્યો અને કહ્યું કે તે પાછી પોતાની બોરિવલીની કોઠી નંદ નંદનવનમાં બોલાવી લે. દહેજ ઉત્પીડન મામલાના વિવાદોમાં આવ્યા પછી રાધે માંને ગુપ્તાએ પોતાના ઘરમાંથી કાઢી મૂકી હતી.
એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતાં ગુપ્તાએ કહ્યું, ‘રાધે માંએ મારા પુત્રો રાજીવ અને સંજીવ સાથે ભાઈ જગમોહન પર કાળો જાદુ કર્યો હતો. તેમને મારાથી દૂર કરી હવે મારું ઘર પણ પચાવી પાડવા માંગે છે. તેને મને પંજાબથી ફોન કર્યો અને કોઠી ખાલી કરવા કહ્યું હતું. તેને મને જણાવ્યું કે હું પંજાબથી મોડી રાત્રે મુંબઈ પહોંચશે અને મને અને મારી પત્નીની ઘરમાંથી બહાર કાઢી તે ઘરમાં રહેશે. અને મારો પુત્ર આ કામમાં તેની મદદ પણ કરશે તે વાત ફોનમાં કહી હતી.
ગુપ્તાએ આગળ જણાવ્યું કે મારી જિંદગીને ખતરો છે. મારી પત્ની અને હું બુઝુર્ગ છું, જો તે મારું ઘર પડાવી લેશે તો અમે ક્યાં જઈશું?
મને અત્યાર સુધી યાદ છે જ્યારે 12 વર્ષ પહેલા તે મારા ઘરમાં આવી હતી. તે સમયે રાધે માં કંઈ નહોતી અને ત્યારે મારા પરિવારે તેની મદદ કરી હતી. અને તે સમયે તેને મારા બન્ને પુત્રો પર કાળો જાદુ કર્યો હતો. અને જેથી તે વિચાર્યા વગર તેના ઈશારે ચાલી રહ્યા છે.